Gujarat

સુરતમાં GST વિભાગનો સપાટો, સર્ચ ઓપરેશન દરમિયાન કોસ્મેટિક વેપારીઓ બિલ વગર ખરીદી-વેચાણ કરતા હોવાનો ધડાકો થયો

સુરતમાં GST વિભાગનો સપાટો, સર્ચ ઓપરેશન દરમિયાન કોસ્મેટિક વેપારીઓ બિલ વગર ખરીદી-વેચાણ કરતા હોવાનો ધડાકો થયો

- ચૌટા બજાર અને રીંગરોડ વિસ્તારમાં કોસ્મેટિક અને શૃંગારની વસ્તુઓના વેપારીઓને ત્યાં GST ટીમના દરોડા
- બિલ વગર ખરીદી-વેચાણ કરતા હોવાનું સામે આવ્યું
- ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો મોટા મોંઘા વિદેશી પેકેજમાં વેચાણ કરતા

સુરત, શુક્રવાર 

  સ્ટેટ GST વિભાગે બિલ વગર ખરીદી-વેચાણ મામલે કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ GST વિભાગના સુરતમાં દરોડા પાડ્યા છે.  સુરતના ચૌટા બજાર અને રિંગરોડ વિસ્તારમાં GSTના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા કસૂરવાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ટીમ દ્વારા કોસ્મેટિક અને શૃંગારની વસ્તુઓના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુમાં રિંગરોડ વિસ્તારમાં આવેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોને ત્યાં GST વિભાગના અધિકારીઓ ત્રાટકયા હતા. સુરતમાં ચૌટા બજાર અને રીંગરોડ વિસ્તારમાં GSTની ટીમ દ્વારા તપાસમાં બિલ વગર ખરીદી-વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર  

  સર્ચ ઓપરેશન દરમિયાન કોસ્મેટિક વેપારીઓ બિલ વગર ખરીદી-વેચાણ કરતા હોવાનો ધડાકો થયો છે. તો ટૂર્સ-ટ્રાવેલ્સ સંચાલકો રોકડમાં મોંઘા વિદેશી પેકેજ વેચતા હોવાનો પણ ખુલાસો થયો છે. વધુમાં પ્રાથમિક તપાસમાં જ મોટા પ્રમાણમાં બિનહિસાબી દસ્તાવેજો મળી આવ્યા હતા. આમ સ્ટેટ GST અધિકારીઓએ તપાસ હાથ ધરતાં બજારના સોંપો પડી ગયો હતો. અમુક વેપારીઓ પોતાની દુકાનો બંધ કરીને દોડી નીકળ્યા હતા. જોકે કેટલા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી અને તપાસ દરમિયાન શું હાથે લાગ્યું? તે મામલે હજુ કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. પરંતુ આગામી સમયમાં જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

 

સુરતમાં GST વિભાગનો સપાટો, સર્ચ ઓપરેશન દરમિયાન કોસ્મેટિક વેપારીઓ બિલ વગર ખરીદી-વેચાણ કરતા હોવાનો ધડાકો થયો