- મોટી માટલી પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો
- સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરી જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા
જામનગર, સોમવાર
રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ જામનગર પાસે બનતા ચકચાર મચી જવા પામી છે. કાલાવડ-જામનગર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાતા 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તો અકસ્માતની જાણ થતાં જ મોટી માટલી ગામના સરપંચ સહિત ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.જામનગર-કાલાવડ હાઇવે રવિવારે રાત્રે રક્તરંજિત થયો છે. મોટી માટલી પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં સૈયદ પરિવારના ત્રણ લોકોના મોત નિપજયા છે. આ સાથે અન્ય બે લોકો ગંભીરરીતે ઘાયલ થયા હતા. જેઓને સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરી જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. જામનગરમાં ગોઝારા અકસ્માતના આ સમાચાર મોડી રાત્રે મળતા જ સમગ્ર મુસ્લિમ સમાજમાં શોક જોવા મળ્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર