District

તસ્કરોનો તરખાટ : ઈન્ફોસીટી હોટલ ગ્રાન્ડ ક્રિષ્ણા મિડ વે પીજીના રૂમમાં તસ્કરો ઘૂસ્યા ને લેપટૉપ ઉઠાવી ગયા 

 

તસ્કરોનો તરખાટ : ઈન્ફોસીટી હોટલ ગ્રાન્ડ ક્રિષ્ણા મિડ વે પીજીના રૂમમાં તસ્કરો ઘૂસ્યા ને લેપટૉપ ઉઠાવી ગયા 

 

- ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને 40,000 ની કિમંતના લેપટોપની ચોરીની ફરિયાદ નોંધાઈ 
- પોલીસે લેપટોપ ચોરનાર ઈસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા 

ગાંધીનગર,  બુધવાર 

   આજકાલ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે, તેવામાં ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને 40,000 ની કિમંતના લેપટોપની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. ઈન્ફોસીટી ખાતે હોટલ ગ્રાન્ડ ક્રિષ્ણા મિડ વે પીજી ના રૂમ નંબર-306, ગાંધીનગર ખાતેથી આ ચોરી થયેલ છે. પોલીસે આ ફરિયાદ નોંધી લેપટોપ ચોરનાર ઈસમને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર  

Embed Instagram Post Code Generator

  હર્ષવર્ધન રમેશકુમાર વેંકટરાવ ચૌધરી ટી.સી.એસ ગાંધીનગર ખાતે આસિસ્ટન્ટ સિસ્ટમ એન્જીનીયર તરીકે છેલ્લા પાંચ માસથી નોકરી કરી રહયા છે અને તેમનો એમ્પલોય ID નંબર-213 8876 નો છે અને એસેટ ID નંબર-01HW2276663 નો છે અને ગઈ-14/09/2023 ના રોજ કંપની તરફથી એક એચ.પી કંપની નુ લેપટોપ મળેલ તેનો તેઓ કંપનીના કામથી ઉપયોગ કરતા હતા. આજથી લગભગ ચારેક માસથી ઈન્ફોસીટી ખાતે ગ્રાન્ડ ક્રિષ્ણા મીડ વે હોટલમા પી.જી મા તેઓ તેમના મિત્ર વત્સલ પટેલ સાથે રહેતા હતા. અને તેઓને ગણપતિનો તહેવાર હોવાથી વતનમાં જવાનું થયું હતું  અને તા- 15/09/2023 ના રોજ તેઓ ઉપરોક્ત લેપટોપ હોટલ ગ્રાન્ડ ક્રિષ્ણા મિડ વે પીજીના રૂમ નંબર-306 મા મુકી રૂ ને લોક મારી રૂમની ચાવી રીસેપ્સનમા આપી વતનમા ગયેલો અને તા-2-10-2023 ના સવારના આશરે 7:30 વાગ્યાના વતનથી પરત આવીને જોયું તો તેમનો સામાન બીજા રૂમમાં ટ્રાન્સફર કરેલો હતો અને તેઓએ સામાન ચેક કરતા HP કંપનીનું લેપટોપ મળી આવ્યું નહોતું. અને રૂમમાં શોધખોળ કરવા છતાં મળી આવ્યું નહોતું. ત્યારબાદ લેપટોપ નહી મળતા તેઓએ પી.જી હોસ્ટેલ ના રીસેપ્સન મા આ બાબતે વાતચીત કરેલી અને લેપટોપ બાબતે શોધખોળ કરી છતાં નહિ મળતા શંકા ગઈ હતી કે કોઈ ઈસમ ચોરી ગયો હશે. અને લેપટોપની હાલની કિંમત રૂપિયા 40,000/- ની છે અને આ લેપટોપની ચોરી બાબતે કોઈની પર શંકા નથી અને આ લેપટોપ બાબતે તેઓએ ટી.સી.એસ કંપનીમા ફરીયાદ કરવા જાણ કરી હતી. આથી તેઓએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે. તેમજ આ લેપટોપ કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોય તેની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે અને કાયદેસર તપાસ કરવા ફરીયાદ નોંધાવી છે. અને પોલીસે આ ફરિયાદ નોંધી લેપટોપ ચોરનાર ઈસમને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો