- વિક્રમ ઠાકોરની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી
- અહીં વર્ષોની જેમ એ જ પરંપરાગત રીતે શેરી ગરબા કરવાનો ઉત્સાહ અને ઉમંગ યથાવત
ગાંધીનગર, બુધવાર
ગાંધીનગરમાં ગઈકાલે ત્રીજા નોરતે ગુજરાતી ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરના કંઠે ગરબાના તાલે નગરજનો માં આધ્ય શક્તિની આરાધનામાં તરબોળ થયા હતા. વિક્રમ ઠાકોરની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.અહીં વર્ષોની જેમ એ જ પરંપરાગત રીતે શેરી ગરબા કરવાનો ઉત્સાહ અને ઉમંગ યથાવત જોવા મળી રહ્યો છે. ત્રીજા નોરતે માતાજીની આરાધનામાં ભક્તો લીન બન્યા હતા.