- રમે અમદાવાદના આયોજકે ગરબા બંધ રાખતા હોબાળો
- ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો
અમદાવાદ, બુધવાર
અમદાવાદમાં ગરબા આયોજન દ્વારા ઇવેન્ટ કેન્સલ કરવામાં આવતા ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પૈસા ખર્ચીને પાસ ખરીદ્યા બાદ જ્યારે ખેલૈયાઓ રમવા પહોંચ્યા ત્યારે ત્યાં અંધારપટ જોઈને ચોંકી ઉઠ્યા હતા. એક પાસનું 500 રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યું હતું. કેટલાક લોકો દ્વારા કોમ્પ્લીમેન્ટરી પાસ ₹500 માં વેચવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યા બાદ આયોજકો દ્વારા સમગ્ર ઇવેન્ટને કેન્સલ કરવામાં આવી.