District

 Navratri 2023 : હાર્ટ એટેકના વધતા જોખમને જોતા રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં ગરબા આયોજકોને આપવામાં આવી CPRની તાલીમ

 

- હાર્ટ એટેકના વધતા જોખમને જોતા નવરાત્રિ માટે આરોગયલક્ષી આયોજન 

- આયોજકો અને સ્વંયસેવકોને નિષ્ણાતો  દ્વારા તાલીમ આપવામાં આવી 

રાજકોટ, ગુરૂવાર

  જે રીતે રાજ્યમાં યુવા તેમજ કિશોર વયના લોકોમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે તે જોતા નવરાત્રિને ધ્યાનમાં રાખતા વિવિધ ગરબા આયોજકોએ વોલેન્ટીયર રાખીને CPR  (CARDIOPULMONARY RESUSCITATION) અંગેની તાલીમ  મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરીના તમામ સ્ટાફને આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગરબા રમવા સમયે યુવાઓને આવતા હૃદય રોગના હુમલા સમયે મૃત્યુ ની ઘટનાઓ વધી રહી છે ત્યારે તાત્કાલિક તાલીમનું યોજન કર્યું છે. સીપીઆર પ્રાથમિક સારવાર કોઈપણ આપી શકે તે ઉદેશ્ય સાથે વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં ગરબાના આયોજકોએ ગરબા વોલેન્ટીયર CPRની તાલીમ આપી સજ્જ કર્યા હતા. નોંધનીય છેકે તાજેતરમાં જ એક યુવકને ગરબાની પ્રેક્ટિસ કરતા કરતા  હાર્ટ એટેક આવી ગયો હતો.

  રાજ્ય સરકારે ગરબા આયોજકો માટે બહાર પાડેલી માર્ગદર્શિકાની સાથોસાથ ગરબા આયોજકો દ્વારા મેડિકલ ઇમરજન્સી માટે પણ ગ્રાઉન્ડ પર દાક્તરી સારવાર માટે સુવિધા ઊભી કરાશે. ગરબે રમતા ખેલૈયામાં જોવા મળતા હાર્ટ અટેક એટલે કે  હૃદય રોગના હુમલા કે અન્ય કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં તુરંત સારવાર મળી રહે તે માટે ગરબા આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર અલાયદો મેડિકલ સ્ટોલ ,૧૦૮ એમ્બ્યુલન્સ અને ડોક્ટરની સાથે જરૂરી દવાઓ રાખવાની વ્યવસ્થા પણ ઊભી કરાશે.  જેથી ખેલૈયાઓને દાક્તરી સારવાર પ્રાથમિક ધોરણે ગ્રાઉન્ડ પર જ મળી રહે.   

  રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને ડૉ. જયેશા ધામેચા દ્વારા હૃદય રોગના હુમલા સમયે દર્દીને અપાતી પ્રાથમિક CPR સારવાર કોઈપણ આપી શકે તે ઉદેશ્ય સાથે વિવિધ જગ્યાએ આવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.રાજકોટમાં પણ ખોડલધામનાં બેનર હેઠળ 35 સ્થળે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં પણ સ્થળ ઉપર એમ્બ્યુલન્સ અને નિષ્ણાંત ર્ડાક્ટરની ટીમ રાખવા નિર્ણય કરાયો છે. IMA રાજકોટના પ્રેસિડેન્ટ પારસ શાહે પણ ખેલૈયાઓને ધ્યાનમાં રાખવા જેવા કેટલાક સૂચનો કરતા જણાવ્યું હતું કે જો ગરબા રમતા વખતે કોઈ વ્યક્તિને શ્વાસ ચડે, ચક્કર આવે અથવા ખૂબ થાક લાગે, આંખોમાં અંધારા આવે તો તાત્કાલિક બેસી જવું અને સાથે રહેલા લોકોને પોતાને સારવાર અપાવવા માટે સતત જાણ કરવી, તેમજ  આ સૂચનો ગરબા શરૂ થતાં પહેલાં આયોજકોએ ખેલૈયાઓને અનાઉન્સમેન્ટ દ્વારા જણાવવા માટે સૂચન આપ્યું હતું. રાજકોટની PDU મેડીકલ કોલેજમાં નવરાત્રીમાં દાંડીયા રાસનું આયોજન કરનાર જુદા જુદા તમામ આયોજકો માટે દાંડીયા રાસ દરમ્યાન દાંડીયાના રસિકોને અચાનક હ્રદયરોગના હુમલા સમયે દર્દીને તાત્કાલિક આપવાના થતાં CPR અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

  આ તાલીમનું આયોજન જીલ્લા વહીવટી તંત્ર, રાજકોટ તથા સિવિલ હોસ્પિટલના RMO ડૉ. આર. એસ. ત્રિવેદી તથા ડૉ. વંદના પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં પ્રાંત અધિકારી સંદિપ વર્મા, મામલતદાર રૂદ્ર ગઢવી તથા આશરે 50 થી 55 જેટલા આયોજકો તથા તેમના સભ્યોએ હાજર રહી તાલીમ તેમજ માર્ગદર્શન મેળવ્યું હતું. તો બીજી તરફ વડોદરાના અને આખા  ગુજરાતમાં પ્રખ્યાત યુનાઈટેડ વે ગરબાના આયોજક દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકોએ સ્વયંસેવકોને CPR ની તાલીમ આપી હતી. તેમજ યુવાનોએ પણ ગરબા રમતી વખતે ખાસ કાળજી લેવા સલાહ આપવામાં આવી છે. હળવો ખોરાક લેવો, સતત ગરબા ન રમવા સલાહ આપી છે. ગરબા દરમિયાન જરૂર લાગે તો તાત્કાલિક સારવાર લેવી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 Navratri 2023 : હાર્ટ એટેકના વધતા જોખમને જોતા રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં ગરબા આયોજકોને આપવામાં આવી CPRની તાલીમ