District

ગરબાડાની શરાબલી ચોકડી પરથી પસાર થતી ક્રુઝર ગાડીમાં બનાવેલ ચોર ખાનામાંથી દારૂ પકડતી ગરબાડા પોલીસ 

- ક્રુઝર ગાડીનો ચાલક સવારી ભરીને મધ્યપ્રદેશથી રાજકોટ તરફ જઈ રહ્યો હતો કુલ એક લાખ 60 હજાર ઉપરાંત કબજે કરાયો

- ગાડીના ચાલક સહિત દારૂનો જથ્થો આપનાર સામે કાયદેસરની કાર્યવાહી

વિપુલ જોષી, ગરબાડા, સોમવાર

  ગરબાડા પોલિસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એમ.પી.ના વરઝર ગામ તરફથી એક ક્રુઝર તુફાન ગાડી નંબર MP 09 BA 2110 મા ખાના બનાવી તેમાં ઇંગ્લીશ દારૂ ભરીને ગાંગરડી સરાબલી ચોકડી તરફ આવનાર છે જે ચોક્કસ બાતમી હકીકત આધારે ગરબાડા પોલીસ સ્ટાફ ના માણસો સરાબલી ચોકડી ઉપર છુટા છવાયા તપાસમા હતા.

  તે દરમ્યાન સદર બાતમીવાળી ક્રુઝર તુફાન ગાડી આવતા તેને ઉભી રખાવી ઝીણવટ ભરી તપાસ કરતા ગાડીની આગળના ભાગે જમણી બાજુ તથા ગાડીના વચ્ચેના ભાગે બનાવેલ ખાનામાં તપાસ કરતા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની છુટી બોટલો ભરેલ મળી આવેલ જેથી ડ્રાઇવરને તેનુ નામઠામ પુછતા તેને પોતે પોતાનું નામ સગીરભાઇ કાળીયાભાઇ જાતે વસુનિયા ઉ.વ .૩૪ રહે.ગીરધા વેલા ફળીયા તા.જોબટ જિ.અલીરાજપુર (એમ.પી.) ના હોવાનુ જણાવેલ તેમજગાડીમા દારૂ મૂકવા માટે  બનાવેલ ખાના નંબર( ૧ ) માં ગાડીના વચ્ચેના ભાગે બનાવેલ ખાનામાંથી બેગ પાઇપર ડીલક્ષ વ્હીસ્કીની છુટી બોટલો નંગ- ૩૧૯ કિ.રૂ. ૪૭,૫૮૦ તથા ખાના નંબર (ર) માં ગાડીના બોનેટની જમણી બાજુ ના વ્હીલની ઉપર બનાવેલ ખાનામાંથી ગોઆ સ્પિરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કીની છુટી બોટલો નંગ ૯૬  કિ.રૂ ૧૦,૫૬૦ તેમજ ડ્રાઇવરની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી એક ટેક્નો સ્પાર્ક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન પણ મળી આવેલ જેની કિ.રૂ .૨૫૦૦  તેમજ આ ઇંગ્લીશ દારૂ કયાંથી લાવેલ છે અને કયાં લઇ જવાના છે તે બાબતે પુછતા તેણે જણાવેલ કે ઇંગ્લીશ દારૂ એમ.પી.ના ઉદેગઢના ઠેકા ઉપરથી લાવેલ છે જે ઇંગ્લીશ દારૂ ભરી આપનાર ઇસમનુ નામ ખબર નથી અને આ દારૂ હું રાજકોટ બાજુમાં મજુરોની વર્ધીમાં જતો હોય અને ત્યા કોઇ માંગે તો તેમને આપતો  તેમ જણાવેલ   ફોર્સ કંપનીની ક્રુઝર તુફાન ગાડી નંબર MP 09 BA 2110  કિ.રૂ .૧,૦૦,૦૦૦  તેમજ ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂની કુલ બોટલો નંગ ૪૧૫  કુલ કિ.રૂ .૫૮,૪૧૦  તથા એક મોબાઈલ કિ.રૂ .૨૫૦૦ મળી કુલ કિ.રૂ. ૧,૬૦,૯૧૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગરબાડાની શરાબલી ચોકડી પરથી પસાર થતી ક્રુઝર ગાડીમાં બનાવેલ ચોર ખાનામાંથી દારૂ પકડતી ગરબાડા પોલીસ