District

ખનીજ માફીયાઓ બેફામ : ભૂસ્તર તંત્રએ લાકરોડમાં ગેરકાયદે ખનન પર દરોડો પાડ્યો, રૂ. 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

ખનીજ માફીયાઓ બેફામ : ભૂસ્તર તંત્રએ લાકરોડમાં ગેરકાયદે ખનન પર દરોડો પાડ્યો, રૂ. 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

- ખનન કરતા પાંચ ડમ્પર અને એક એસ્કેવેટર જપ્ત
- રેતીનું ખનન કરતા અને તેનું વહન કરતા પાંચ ડમ્પર તાત્કાલિક પકડી પાડયા

ગાંધીનગર, મંગળવાર 

  ગાંધીનગર શહેર અને જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં ગેરકાયદે રેતી ખનન માટે ખુલ્લો પરવાનો આપી દેવામાં આવ્યો હોય તેમ છેલ્લા ઘણા વખતથી રેતી ચોરો દ્વારા બેફામ રેતી ઉલેચવામાં આવે છે ત્યારે આજે સવારે ભૂસ્તર તંત્રએ લાકરોડમાં ચાલતા ગેરકાયદે ખનન પર દરોડો પાડ્યો હતો અને અંદાજે 2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

  ગાંધીનગર જિલ્લામાં વરસાદની સિઝન પુરી થતાની સાથે જ સાબરમતી નદીમાં ગેરકાયદે રેતી ખોદવાનું ચાલું થઇ ગયું છે. કોઇપણ રોકટોક વિના ખનીજ માફીયાઓ બેફામ બની ગયા છે ત્યારે આખરે ભૂસ્તર તંત્રએ લાકરોડમાં ચાલતા ગેરકાયદે ખનન પર દરોડો પાડ્યો હતો અને અંદાજે 2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં સંત સરોવરને પગલે ગાંધીનગર શહેરથી લઇને લેકાવાડા સુધી પાણી ભરાયેલું છે. તો તેની ઉત્તર તરફ એટલે કે, સાબરકાંઠા તરફના નદીમાં પણ પાણીનો રેલો આવી રહ્યો છે. તેમ છતા અહીં ખુલ્લી જગ્યામાંથી રેતી ચોરીની પ્રવૃત્તી ચાલી રહી છે. અગાઉ આ અંગે વારંવાર મળેલી અરજીને પગલે આજે ગાંધીનગર ભુસ્તર અધિકારીએ લાકરોડામાં ઓચિંતી તપાસ કરી હતી. વહેલી સવારે એકલા જ અધિકારી નદીના પટમાં પહોંચી ગયા હતા જેના પગલે નદીમાં રેતી ચોરી કરતા તત્વોમાં નાશભાગ મચી ગઇ હતી. જો કે, ગાર્ડ અને સ્ટાફને બોલાવીને ગેરકાયદે રીતે બિનઅધિકૃત જગ્યામાંથી રેતીનું ખનન કરતા અને તેનું વહન કરતા પાંચ ડમ્પર તાત્કાલિક પકડી પાડયા હતા. એટલુ જ નહીં, ગેરકાયદે ખોદકામમાં વપરાતું એસ્કેવેટર મશીન પણ તંત્રએ જપ્ત કર્યું હતું સાથે સાથે આ મશીનના માલિક સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિયમ પ્રમાણે, હવે આ જગ્યાએ જ્યાં ખોદકામ કરવામાં આવ્યું છે તેની જીયોલોજીસ્ટ દ્વારા માપણી કરીને ખોદકામ કરનારને દંડ ફટકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મશીન અને ડમ્પર મળીને કુલ બે કરોડનો મુદ્દામાલ હાલ ભુસ્તર તંત્રએ જપ્ત કર્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ખનીજ માફીયાઓ બેફામ : ભૂસ્તર તંત્રએ લાકરોડમાં ગેરકાયદે ખનન પર દરોડો પાડ્યો, રૂ. 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો