Gujarat

નોકરી અને લોનના નામે  ગાઝિયાબાદની ગેંગે ગાંધીનગરના લોકોને છેતર્યા, 64 ATM કાર્ડ કબ્જે કર્યા 

નોકરી અને લોનના નામે  ગાઝિયાબાદની ગેંગે ગાંધીનગરના લોકોને છેતર્યા, 64 ATM કાર્ડ કબ્જે કર્યા 

- ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસને હાથ લાગી મોટી સફળતાં
- સામાન્ય મજૂર વર્ગના લોકોને ટાર્ગેટ બનાવીને એમના ડોક્યુમેન્ટના આધારે બોગસ એકાઉન્ટ ખોલીને બેંકોમાંથી લોન મેળવતો

ગાંધીનગર, શુક્રવાર 

   રાજ્યના પાટનગર ગાંધીનગરમાં નોકરી અને લોનના નામે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે. નોકરી અપાવવા તથા લોન ફ્રોડના નામે છેતરતી આંતરરાજ્ય ગેંગના એક શખ્સની ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા  ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ  પાસેથી પોલીસે 64 ATM  કાર્ડ, 88 પાનકાર્ડ, 20 બેંકની પાસબુક, 2 સ્વાઇપ મશીન અને 12 મોબાઈલ 80 આધારકાર્ડ, 13 ચૂંટણી કાર્ડ, 61 બેંકની ચેકબુક, 4 રબર સ્ટેમ્પ અને 27 મોબાઈલ સિમ કાર્ડ કબજે કર્યા છે.  ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે માસ્ટર માઇન્ડની ધરપકડ કરી છે. જે ગાઝિયાબાદ અને નોઇડા સમગ્ર સિસ્ટમ ઓપરેટ કરતો હતો.      આ ગેંગ શ્રમિક વર્ગના લોકોને ટાર્ગેટ કરતી હતી. જે બાદ ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને ખોટી રીતે લોન લઈ બેન્ક સાથે છેતરપિંડી આચરતાં હતાં. મુદ્દામાલ કબજે થયા બાદ પોલીસને પણ આશંકા છે કે ગાજીયાબાદ અને નોઈડાની આ ગેંગ મોટા પ્રમાણમાં સામાન્ય લોકોને શિકાર બનાવીને છેતરી રહી હતી. નવમું ધોરણ પાસ માસ્ટરમાઈન્ડ નોકરી અપાવવા તથા લોન આપવાના નામે બેન્કો સાથે છેતરપિંડી કરતો હોવાની માહિતીના આધારે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા એક માસ્ટરમાઈન્ડની ધરપકડ કરવામાં આવી છે. હીરાલાલ તુરંતલાલ દાસ નામનો આરોપી ફક્ત નવમું ધોરણ પાસ છે, પરંતુ એણે એ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી કે જેના થકી કેટલાય લોકો સાથે એણે છેતરપિંડી કરી હોવાના ગુનાનો ભેદ ઉકેલાઇ શકે છે.

   સામાન્ય મજૂર વર્ગના લોકોને ટાર્ગેટ બનાવીને હીરાલાલ તેમને ફોન કરતો અને ત્યારબાદ એમના ડોક્યુમેન્ટના આધારે બોગસ એકાઉન્ટ ખોલીને બેંકોમાંથી લોન મેળવતો. ખોટી રીતે એકાઉન્ટ ઓપન કરીને હીરાલાલ એ બેંકોને કેટલા રૂપિયાનો ચૂનો ચોપડયો હશે એ બાબતની તપાસ પોલીસ આગળના દિવસોમાં કરશે.સૌથી મહત્વની બાબત હીરાલાલ દાસ નામના આ માસ્ટરમાઈન્ડ આરોપી સાથે અન્ય કોણ કોણ લોકો સંકળાયેલા છે એ બાબતે પણ પોલીસ આગળના દિવસોમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી કબૂલાત કરાવશે. 

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

 

 

નોકરી અને લોનના નામે  ગાઝિયાબાદની ગેંગે ગાંધીનગરના લોકોને છેતર્યા, 64 ATM કાર્ડ કબ્જે કર્યા