Business

Gold-Silver Prices Update : તહેવારો પહેલા સોનું થયું સસ્તું, 5 મહિનામાં સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો 

Gold-Silver Prices Update : તહેવારો પહેલા સોનું થયું સસ્તું, 5 મહિનામાં સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો 

- તહેવારો અને લગ્નની સિઝન પહેલા સોનાના ભાવમાં ભારે ઘટાડો 
- છેલ્લા પાંચ મહિનામાં સોનાના ભાવમાં 5000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અથવા 8.14 ટકાનો ઘટાડો થયો

નવી દિલ્હી, બુધવાર 

  Gold-Silver Prices Update : ગણેશ ચતુર્થી સાથે તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. જેથી આવતા મહિનાથી લગ્નસરાની સિઝન શરૂ થશે. તહેવારોની સિઝનમાં અથવા લગ્ન પ્રસંગે સોનાના દાગીના ખરીદવાની તૈયારી કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. જો તમે આ તહેવારોની સિઝનમાં સોનું કે તેની જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા દિવસો આવી ગયા છે કારણ કે હવે તમારે પહેલા કરતા ઓછા પૈસા ખર્ચવા પડશે. છેલ્લા પાંચ મહિનામાં સોનાના ભાવમાં 5000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અથવા 8.14 ટકાનો ઘટાડો થયો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

5 મહિનામાં કિંમતોમાં 8 ટકાથી વધુનો ઘટાડો થયો છે
   બુલિયન માર્કેટમાં માત્ર 7 સેશનમાં સોનાના ભાવમાં 2577 રૂપિયાનો ઘટાડો થયો છે. અને જો 5 મે, 2023 સાથે સરખામણી કરવામાં આવે તો, તે દિવસે સોનું 61,646 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડેટા અનુસાર 4 ઓક્ટોબર, 2023ના રોજ ઘટીને 56,627 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. એટલે કે સોનાની કિંમત તેની ઊંચી સપાટીથી 5019 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી છે.

કિંમતો કેમ ઘટી રહી છે?
  અમેરિકા અને યુરોપમાં હવે મોંઘવારી ઘટવા લાગી છે. 2022માં યુક્રેન પર રશિયાના હુમલા બાદ જે મોંઘવારી દરમાં વધારો થયો હતો તે હવે ઘટવા લાગ્યો છે. મોંઘવારી ઘટવાના કારણે સોનામાં રોકાણ ઘટી રહ્યું છે. તેથી અન્ય કરન્સીની સરખામણીમાં ડોલર મજબૂત થઈ રહ્યો છે. અહીંથી ડૉલર વધુ મજબૂત થવાની ધારણા છે. આ જ કારણ છે કે ડૉલરની મજબૂતી અને સોનાની માંગમાં ઘટાડાને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ ખરાબ સમયમાંથી બહાર આવવા લાગી છે. ગત વર્ષે આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને લોકો રોકાણ બચાવવા માટે સોનું ખરીદતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે.

ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે
  માત્ર સોના જ નહીં પરંતુ ચાંદીના ભાવમાં પણ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. 5 મે, 2023ના રોજ ચાંદી 77,280 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી, જે 4 ઓક્ટોબરે ઘટીને 67091 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. એટલે કે 5 મહિનામાં ચાંદીની કિંમત 10,189 રૂપિયા પ્રતિ કિલો ઘટી ગઈ છે. છેલ્લા 5 મહિનામાં ચાંદી 13 ટકાથી વધુ સસ્તી થઈ છે.

દિવાળી ધનતેરસ પહેલા સોનું અને ચાંદી સસ્તા થયા છે
  સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો દિવાળી ધનતેરસ પર ખરીદી કરનારાઓને મોટી રાહત આપશે. ભાવમાં ઘટાડો થવાને કારણે સોના-ચાંદીના દાગીના ખરીદવા માટે પહેલા કરતાં ઓછા પૈસા ખર્ચવા પડશે, તેથી માંગમાં વધારો થવાથી વેપારીઓને ફાયદો થવાની ધારણા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

Gold-Silver Prices Update : તહેવારો પહેલા સોનું થયું સસ્તું, 5 મહિનામાં સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો