Gujarat

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા ગાઈડલાઈન જાહેર કરાઈ,  26 હોસ્પિટલનું લીસ્ટ કર્યું જાહેર
 

- ખેલૈયાઓએ ગરબા પહેલાં શું કરવું અને શું ન કરવું તેના સૂચનો અપાયા 
- નવરાત્રિમાં 26 ખાનગી હોસ્પિટલના તબીબો આપશે સેવા

 

અમદાવાદ, શનિવાર 

    રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ નવરાત્રીના સમય દરમિયાન મેડિકલ એસોસિએશન સજાગ અને સજ્જ બન્યું છે. નવરાત્રીને પગલે અમદાવાદ મેડિકલ એસોસિએશનની તડામાર તૈયારીઓ છે. આ સમય હાર્ટ એટેકના બનાવને લઇ ખેલૈયાઓ માટે તબીબો તૈનાત રહેશે. ત્યારે નવરાત્રિમાં ખેલૈયાઓ માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) દ્વારા ગાઈડ લાઈન જાહેર કરાઈ છે. ખેલૈયાઓ અને આયોજકો માટે AMA ની ગાઈડ લાઈન બહુ જ કામની છે. જેમાં ખેલૈયાઓએ ગરબા પહેલાં શું કરવું અને શું ના કરવું તેના સૂચનો અપાઈ છે. ગરબા આયોજકોને તૈયારી અંગે કેટલાક સૂચનો કરાયા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર     

    અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવાયું કે, નવરાત્રિમાં 26 ખાનગી હોસ્પિટલના તબીબો સેવા આપશે. સાથે જ AMA દ્વારા સૂચવાયું કે, બ્લડ પ્રેશર, ડાયબીટીશ, હૃદયની સમસ્યા હોય તે સાવચેત રહે. રોગથી પીડાતા લોકો લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળે. નિયમીત દવા લેવાની સાથે ડોક્ટરની સલાહ મુજબ ગરબા રમવા. અમદાવાદમાં તમામ જગ્યાએ નવરાત્રીના સમય દરમિયાન ઇમરજન્સી સારવાર મળી રહેશે. શહેરના તમામ એરિયા પ્રમાણે હોસ્પિટલો નક્કી કરાઇ અને હાસ્પિટલમાં ICUની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવે તો તાત્કાલિક સારવાર મળી રહે તેના માટે શહેરમાં મેડિકલ એસોસિએશન દ્વારા 26 હોસ્પિટલોનું નંબર સાથેનું લિસ્ટ પણ જાહેર કરાયું છે. 

ખેલૈયાઓએ આ વસ્તુઓનું ધ્યાન રાખવું
જો તમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ વગેરે જેવા રોગો હોય તો લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળવું જોઈએ. 
તમારી નિયમિત દવાઓ લેવાનું ચૂકશો નહીં. યોગ્ય લાગે તો એકવાર તમારા ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ અને ગરબા માટે તેમની મંજૂરી મેળવી જોઈએ 
જે વ્યક્તિઓ નિયમિત વ્યાયામ નથી કરતા અને 40 વર્ષથી વધુ ઉંમરના હોય છે: બ્લડ પ્રેશર અને અથવા ડાયાબિટીસ અને અથવા ધૂમ્રપાન અને અથવા હૃદયની સમસ્યાઓનો કૌટુંબિક ઇતિહાસ હોય તેઓએ ગરબા કરતા પહેલા હ્રદયની તપાસ કરાવી યોગ્ય રહશે.
જો તમને ગરબા રમતી વખતે ચક્કર આવે, છાતીમાં ભારેપણું આવે, માથાનો દુખાવો થતો હોય, ઉલટી જેવું થાય, પરસેવો સાથે ગભરામણ થાય, મૂંઝારો થાય, શ્વાસોશ્વાસની તકલીફ થાય તો તરત જ ગરબા રમવાનું બંધ કરી બેસી જજો. જો લક્ષણો વધે તો તરત જ ડૉક્ટર પાસે જાઓ. 
કૃપા કરીને પૂરતું પાણી લો, દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું સારું છે. ગરબા રમતી વખતે વારંવાર પાણી અથવા લીંબુ પાણી અથવા જ્યુસ પીવો. 
કેળું અથવા નાળિયેર પાણી અથવા મખાના જેવો પોટૅશિયમ અને મેગ્નેશિયમ સમૃદ્ધ ખોરાક ખાઓ. ગરબા રમતા પેહલા પેટ ભરીને ખોરાક ના લેશો. 
તમને કોઈ બીમારી હોય તો તમારા સાથે લોકોને તેની જાણ કરશો જેથી કોઈ સ્વાસ્થ્યની તકલીફ ઊભી થાય તો તાત્કાલિક મદદ કરી શકે.  

ગરબા આયોજકો આ ધ્યાનમાં રાખો
જો શક્ય હોય તો ગરબા સ્થળ પર પ્રાથમિક સુવિધા સાથે ફરજ પરના ડૉક્ટરને રાખવું યોગ્ય રહશે. 
નજીકની હોસ્પિટલ સાથે ઔપચારિક જોડાણ કરો, કોઈ ઘટના બને તો તાત્કાલિક હોસ્પિટલને જાણ કરવી. 
તમારા સપોર્ટ સ્ટાફ, સુરક્ષા કર્મીઓને CPR ટેકનિકની તાલીમ આપો. 
ગરબાના સ્થળે વધુ જગ્યાએ પાણીની વ્યવસ્થા રાખો. 
ઘટનાના કિસ્સામાં એમ્બ્યુલન્સના પ્રવેશ અને બહાર નીકળવા માટે સમર્પિત માર્ગ અને સંકેત રાખો 
બને તેટલી વધારે જગ્યા પર અને વંચાય તેવા મોટા અક્ષરોમાં ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર લખેલા બોર્ડ લગાવશો. 
ગરબાએ આપણા ગુજરાતનું જીવન છે, આપણે બધાને તેનો સંપૂર્ણ આનંદ માણવો ગમે છે. તે આપણને દૈવી શક્તિ સાથે જોડવામાં મદદ કરે છે. પરંતુ આ કપરા સમયમાં સાવચેતી રાખવી જરૂરી છે, કૃપા કરીને કેટલાક મૂળભૂત નિયમોનું પાલન કરો. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા ગાઈડલાઈન જાહેર કરાઈ,  26 હોસ્પિટલનું લીસ્ટ કર્યું જાહેર