District

લોકસભા ચૂંટણી જીતવા ગુજરાત કોંગ્રેસે બનાવ્યો રોડમેપ, 7 નેતાઓને સોંપાઈ જવાબદારી

લોકસભા ચૂંટણી જીતવા ગુજરાત કોંગ્રેસે બનાવ્યો રોડમેપ, 7 નેતાઓને સોંપાઈ જવાબદારી

- ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખને લોકસભા બેઠકોની જવાબદારી સોપાઇ
- કૉંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલને સૌથી વધુ 5 બેઠકની જવાબદારી સોંપાઈ
- જિગ્નેશ મેવાણીને છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદની જવાબદારી સોંપાઈ

ગાંધીનગર, બુધવાર 

  ગુજરાત કૉંગ્રેસે લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી. વિધાનસભામાં જેવી માત મળી તેવુ લોકસભામાં ન થાય તે માટે ગુજરાત કોંગ્રેસે અત્યારથી જ પ્લાનિંગ કર્યું છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો, કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઇ હતી. સાત કાર્યકારી પ્રમુખોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે હવે ક્યાંય કાચુ ન કપાય તે માટે ગુજરાત કોંગ્રેસ પ્લાનિંગ કરી રહી છે. જેના ભાગ રૂપે એક આયોજન કરાયું છે, અને ગુજરાતની વિવિધ લોકસભાની બેઠકોને વિવિધ કેટેગરીમાં વહેંચવામાં આવી છે, તે મુજબ તેના પર ફોકસ કરાશે. છેલ્લી બે લોકસભામાં ખાતું ના ખોલી શકનાર કોંગ્રેસને ગુજરાતમાં સારા પ્રદર્શનની આશા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો, કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઇ હતી. તેમની મુલાકાત બાદ સાત કાર્યકારી પ્રમુખોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

  ગુજરાત કૉંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક દ્વારા રાજ્યની 26 લોકસભા બેઠકોને લઈ નેતાઓને આ પહેલા મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે કૉંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલને સૌથી વધુ 5 બેઠકની જવાબદારી સોંપાઈ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને પાટણ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે  લલિત કગથરાને સુરેન્દ્રનગર, કચ્છ, અમરેલી અને જામનગર બેઠકની જવાબદારી સોંપાઈ છે. જિગ્નેશ મેવાણીને છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. ઈન્દ્રવિજયસિંહ ગોહિલને ખેડા, આણંદ, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠકની જવાબદારી સોંપાઈ છે. અંબરીશ ડેરને રાજકોટ,  ભાવનગર,  જૂનાગઢ અને  પોરબંદરની જવાબદારી સોંપવામાં આવી છે. ઋત્વિક મકવાણાને નવસારી, સુરત, વલસાડ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. કદીર પીરઝાદાને ભરૂચ, વડોદરા અને બારડોલી બેઠકની જવાબદારી સોંપાઈ છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

લોકસભા ચૂંટણી જીતવા ગુજરાત કોંગ્રેસે બનાવ્યો રોડમેપ, 7 નેતાઓને સોંપાઈ જવાબદારી