Gujarat

મકાન ખરીદનારાઓને ગુજરાત હાઇકોર્ટે આપી મોટી રાહત

મકાન ખરીદનારાઓને ગુજરાત હાઇકોર્ટે આપી મોટી રાહત

- હાઇકોર્ટે કહ્યું- જમીનની કિંમત નહીં માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી લાગુ થશે
- સરકાર દ્વારા 33 ટકા જમીનની કિંમત ગણી જીએસટીમાં મુક્તિ અયોગ્ય : હાઇકોર્ટ 

અમદાવાદ, શનિવાર 

   ગુજરાત હાઇકોર્ટે આપેલા એક ચુકાદાથી મકાન ખરીદનારાઓને મોટી રાહત મળી છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા જીએસટીમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં એટલે કે જમીનની કિંમત નહીં માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી લાગુ થશે.

    કાયદાકીય જોગવાઇ પ્રમાણે જીએસટી વિભાગ ક્યારેય જમીનની ખરીદ કિંમત પર જીએસટીની વસુલાત ન કરી શકે. ત્યારે જે કિસ્સામાં જમીનની ખરીદ કિંમત અલગથી દર્શાવતું એમઓયુ હોય અને તેની સાથે બાંધકામની કિંમત અલગ દર્શાવાઇ હોય તો તેવા કિસ્સામાં માત્ર બાંધકામની કિંમત જ ધ્યાને લઇ તેના પર જીએસટી વસુલવામાં આવે તેવો હાઇકોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે. છેલ્લા કેટલાક સમયથી બિલ્ડર દ્વારા પ્લોટીંગ સ્કીમ અને જમીન વેચાણ ઉપર GST લાગું પડે કે નહીં તેને લઇને ગેરસમજ પ્રવર્તી હતી. GSTના ડરથી બિલ્ડરો દ્વારા જમીન ખરીદનાર વ્યક્તિ પાસેથી 12 ટકા અને 5 ટકાના દરે GST ઉઘરાવીને સરકારમાં જમાં કરાવતા હતા. કેન્દ્ર સરકારે બિલ્ડર પોતાની સ્કીમનું વેચાણ કરે ત્યારે જમીનની કિંમત 33 ટકા ગણી બાકીની રકમ ઉપર એટલે કે 66 ટકા ઉપર GST લાગે તેવો પરિપત્ર કર્યો હતો. જેને લઇને એક અરજીકર્તાએ GSTના પરિપત્રને  ગુજરાત  હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેને લઇને હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 33 ટકા જમીનની કિંમત ગણી જીએસટીમાં મુક્તિ અયોગ્ય છે. કરદાતા પાસે જમીનની કિંમતનો વિકલ્પ રહ્યો છે એટલે કે કોઇ પણ જમીનની કિંમત ટોટલ રકમના 33 ટકા ગણી શકાય નહીં. જ્યા જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી વસુલી શકાશે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

 

 

મકાન ખરીદનારાઓને ગુજરાત હાઇકોર્ટે આપી મોટી રાહત