- ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં નકલી ઘીથી પ્રસાદ બનાવવાનો ખુલાસો થયા બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે
- રાજ્ય સરકારે મંદિરમાં પ્રસાદ બનાવતી કંપની મોહની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે
- કર્ણાટકના વિશ્વ વિખ્યાત અક્ષય પાત્ર ફાઉન્ડેશન (ટચ સ્ટોન ફાઉન્ડેશન)ને કોન્ટ્રાક્ટ સોંપ્યો છે
અમદાવાદ, ગુરૂવાર
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં નકલી ઘીથી પ્રસાદ બનાવવાનો ખુલાસો થયા બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે મંદિરમાં પ્રસાદ બનાવતી કંપની મોહની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે અને કર્ણાટકના વિશ્વ વિખ્યાત અક્ષય પાત્ર ફાઉન્ડેશન (ટચ સ્ટોન ફાઉન્ડેશન)ને કોન્ટ્રાક્ટ સોંપ્યો છે. અંબાજીમાં મોહનથલ પ્રસાદને બંધ કરવાના મુદ્દે અગાઉ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધનો સામનો કરી ચુકેલી ભૂપેન્દ્ર પટેલ સરકાર નકલી ઘીમાંથી પ્રસાદ બનાવવાના મુદ્દે વિપક્ષના પ્રહારોનો સામનો કરી રહી હતી. ભક્તોની આસ્થા અને સ્વાસ્થ્યની પરવા ન કરવાના આરોપો વચ્ચે સરકારે આ નિર્ણય લીધો છે.