- બાળકોને આતંકવાદના પાઠ ભણાવનાર અને લશ્કરના વડા હાફિઝ સઈદને લઈ ફરી એકવાર મોટા સમાચાર
- આ ઘટના બાદ જેલમાં હાફિઝ સઈદની સુરક્ષા વધારી દેવામાં આવી
કરાચી, રવિવાર
પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનો સતત ખાત્મો થઈ રહ્યો છે અને હાફિઝ સઈદના પુત્ર બાદ હવે તેના મિત્ર અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી કૈસર ફારૂકની હત્યા થઈ હોવાના અહેવાલો છે.આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબામાં બાળકોને આતંકવાદના પાઠ ભણાવનાર અને લશ્કરના વડા હાફિઝ સઈદના નજીકના કૈસર ફારૂકની કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદ જેલમાં હાફિઝ સઈદની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સ્થાનિક મીડિયા અનુસાર સિંધ પ્રાંતના કરાચીના સોહરાબ ગોટમાં પોર્ટ કાસિમની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં જે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ ઈમામ મુફ્તી કૈસર ફારૂક હતા, જે મસ્જિદથી પરત ફરી રહ્યા હતા. ત્યારે મોટરસાઇકલ પર સવાર બે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીઓ વરસાવી હતી. આ ફાયરિંગમાં કૈસર ફારૂકનું મોત થયું હતું અને તેની સાથે રહેલો એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. ફારૂક ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન વિસ્તારનો રહેવાસી હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર