International
હમાસે ઈઝરાયેલ પર 5000 રોકેટ છોડ્યા, યુદ્ધની જાહેરાત, હવે થશે તબાહી
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
7, October 2023
- 20 મિનિટમાં 5,000 રોકેટ હુમલાથી સમગ્ર દેશ હચમચી ગયો
- 100 આતંકવાદી લડાકુ ગાઝા સરહદ પાર કરીને ઈઝરાયેલમાં ઘુસ્યા છે અને તબાહી મચાવી રહ્યા
ઈઝરાયેલ, શનિવાર
ગાઝા પટ્ટી પર શાસન કરતા આતંકવાદી જૂથ હમાસે ઈઝરાયેલ પર મોટા પ્રમાણમાં રોકેટ હુમલો કર્યો છે. હમાસે ઈઝરાયેલના રહેણાંક વિસ્તારોમાં લગભગ 5000 રોકેટ છોડ્યા છે. 20 મિનિટમાં 5,000 રોકેટ હુમલાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. ઈઝરાયેલનું કહેવું છે કે 100 આતંકવાદી લડાકુ ગાઝા સરહદ પાર કરીને દેશમાં ઘુસ્યા છે અને તબાહી મચાવી રહ્યા છે. આ હુમલાઓની જવાબદારી લીધા બાદ હમાસના ચીફ મોહમ્મદ દૈફે કહ્યું હતું કે હવે બહુ થયું. હમાસે આ હુમલાને ઓપરેશન 'અલ અક્સા સ્ટોર્મ' નામ આપ્યું છે. ગાઝાથી સતત હુમલાઓ બાદ ઘણા આતંકવાદીઓ ઈઝરાયેલમાં ઘૂસી ગયા છે. ઈઝરાયલ પ્રશાસને એલર્ટ કર્યું છે કે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. પેલેસ્ટિનિયન લડવૈયાઓએ ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલ તરફ એટલા રોકેટ છોડ્યા છે કે ઈઝરાયેલ તબાહ થઈ ગયું છે. રોકેટ હુમલા બાદ ઈઝરાયેલ પ્રશાસન ચોંકી ઉઠ્યું હતું. દરેક વિસ્તારમાં સાયરન ગુંજી રહી છે. ફાયર બ્રિગેડ વિવિધ સ્થળોએ પહોંચી ગઈ છે. તેલ અવીવ અને દક્ષિણ ગાઝાની આસપાસના વિસ્તારોમાં આગ લાગી છે. અનેક લોકો ઘાયલ થયા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
'ઘરમાં કેદ રહો, ઇઝરાયલે તેના નાગરિકોને કરી અપીલ'
આતંકવાદીઓએ નાગરિક વિસ્તારોને નિશાન બનાવીને હુમલો કર્યો છે. પ્રશાસને સરહદની નજીક રહેતા લોકોને તેમના ઘરોમાં જ સીમિત રહેવા જણાવ્યું છે. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે હુમલાની જવાબદારી સ્વીકારી છે. હમાસ ગાઝા પર શાસન કરે છે. 20 મિનિટમાં 5,000 રોકેટનો પડઘો સાંભળીને ઈઝરાયલના લોકો ચોંકી ગયા.
લેબનીઝ લડવૈયાઓ પણ યુદ્ધમાં ભાગ લેશે
હમાસના કમાન્ડરે લેબનીઝ લડવૈયાઓને આ યુદ્ધમાં ઈઝરાયલનો નાશ કરવા આગળ આવવાની સૂચના આપી છે. ઈઝરાયેલના એશકેલોન શહેરમાં ભારે તારાજી સર્જાઈ છે. રોકેટ હુમલા બાદ ઈઝરાયેલે તરત જ પોતાના સુરક્ષા વડાઓની બેઠક બોલાવી છે.
હમાસના લડવૈયાઓ ઈઝરાયેલમાં પ્રવેશ્યા છે
હમાસના વડા મોહમ્મદ દૈફે કહ્યું, 'બહુ થઈ ગયું. અમે ઓપરેશન અલ અક્સા સ્ટોર્મ વિશે દુશ્મનોને ચેતવણી આપી દીધી છે. આપણા નાગરિકોની હત્યા કરવામાં આવી. સેંકડો લોકો શહીદ થયા. કબજેદારોના કારણે અમારા નાગરિકો ઘાયલ થયા છે. અમે ઓપરેશન અલ અક્સા ફ્લડની શરૂઆતની જાહેરાત કરી રહ્યા છીએ. અમે દુશ્મનની જગ્યાઓ, એરપોર્ટ, સૈન્ય મથકો પર હુમલો કર્યો છે. અમે અત્યાર સુધીમાં 5,000 થી વધુ હુમલાઓ કર્યા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો