
- અપશબ્દો બોલી અવાર-નવાર મારઝુડ કરી અવાર નવાર ત્રાસ આપતા
- પતિ ગર્ભપાત કરાવવા માટે દબાણ કરતાં મહિલા પિયર ખાતે ચાલી
મોડાસા, ગુરુવાર
મોડાસા ખાતે રહેતી 28 વર્ષીય પરિણીતા સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પોલીસ સ્ટેશનમાં દરવાજા ખખડાવવા મજબૂર બની છે. પતિ સહિત સાસરિયાઓ પરિણીતાને અપશબ્દો બોલી અવાર-નવાર મારઝુડ કરી અવાર નવાર ત્રાસ આપતા હતા. પતિ ગર્ભપાત કરાવવા માટે દબાણ કરતાં મહિલા પિયર ખાતે ચાલી ગઇ હતી. દાગીના પડાવી લઈને મહિલાને માર મારતા પાંચ વ્યક્તિઓ સામે પરિણીતાએ મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
મળતી વિગત અનુસાર મોડાસા ખાતે રહેતી મહિલાના લગ્ન મોડાસાના સાકરીયા ગામે રહેતા મનીષભાઇ મહેન્દ્રભાઇ પટેલ સાથે સમાજના રીત-રીવાજ મુજબ 2008માં થયા હતા. લગ્નના એક વર્ષ બાદ પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી નાની નાની વાતમાં ઝઘડો કરી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. મહિલાને અપશબ્દો બોલી અવાર-નવાર મારઝુડ કરતાં હતા. ધરસંસાર બગડે નહી તે માટે ફરિયાદી મૂંગા મોઢે બધુ સહન કરી લેતી હતી. પતિને ટ્રેકટર ચલાવવાનુ કહેતાં સાસુએ ના પાડેલી અને કહ્યું હતું કે મારા દિકરા નૈનેશને ટ્રેકટર આવડે છે એટલુ ઘણુ છે મનીષને ટ્રેકટર ચલાવવાની જરૂર નથી તેમ કહી સાથે ઝગડો કરતાં પતિએ માર માર્યો હતો. મહિલા ગર્ભવતી હોવા છતાં સાસરિયાઓ કામ કરાવી હેરાન કરતાં. પતિએ ગર્ભપાત કરવાની દવા આપતા મહિલા પિયર ખાતે ચાલી ગઈ હતી. પતિ કહેતો હતો કે સંતાનમાં દીકરી થાય તો પાછી ના આવતી. તેથી મહિલાની માતાએ જણાવ્યું હતું કે દીકરી થશે તો અમે રાખી લઈશું. પતિ અવાર-નવાર મા-બહેન સામી બિભત્સ ગાળો બોલી મારઝુડ કરી બિભત્સ ગાળો બોલતો હતો. ત્યારબાદ તા.૨૫/૦૮/૨૦૨૩એ મહિલાએ પિયરમાંથી આવેલા દાગીના માંગતા પતિએ ઝગડો કરી આ ઘરમાંથી તુ નીકળી જા નહી તો તને જાનથી મારી નાખીશુ તેવી ધમકીઓ આપતા અંતે મહિલાએ મનીષભાઈ મહેન્દ્રભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, ગૌરીબેન મહેન્દ્રભાઈ પટેલ, નૈનેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ, પીનલબેન નૈનેશભાઈ પટેલ સામે મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
