Gujarat

 ઝડપી ન્યાય અપાતા આજે હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારને મળશે

 ઝડપી ન્યાય અપાતા આજે હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારને મળશે

- હર્ષ સંઘવી સુરત પોલીસની ટીમ સાથે તેમજ સરકારી વકીલની ટીમ સાથે પણ મુલાકાત કરશે
- આરોપી ફેનિલ  2231 નંબરનો કેદી બન્યો : પાકા કામના કેદી તરીકેની પ્રક્રિયા કાલે પૂર્ણ કરાશે

સુરત, શુક્રવાર 

   સુરતના ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. કોર્ટમાં ગ્રીષ્માનો પરિવાર પણ હાજર રહ્યો હતો. ફેનિલને ફાંસીની સજા જાહેર થતા પરિવાર રડી પડ્યો હતો. આ સાથે જ પરિવારજનોની ફાંસીની માગ પણ પૂર્ણ થતા સપોર્ટ કરનાર સુરતની જનતા, ગૃહ રાજ્યમંત્રી, રાજ્ય સરકાર અને પોલીસની જવાનોનો આભાર માન્યો હતો. ત્યારે હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારને મળશે. આ અંગે ગૃહરાજ્યમંત્રીએ ખુદ ટ્વીટ કરી માહિતી આપી છે જે મારા વ્યસ્ત ઘણા કાર્યક્રમો રદ્દ કરી હું ગ્રીષ્માના પરિવારને મળીશ. તેના માતા પિતાને વંદન કરીશ. આ મુલાકાત બાદ હર્ષ સંઘવી સુરત પોલીસની ટીમ સાથે તેમજ સરકારી વકીલની ટીમ સાથે પણ મુલાકાત કરશે.

    આરોપી ફેનિલને  કેદી નંબર ફાળવી દેવામાં છે. 2231 નંબરનો કેદી બન્યો છે.હાલ ફેનિલ તબીબી નિરીક્ષણ હેઠળ છે. પાકા કામના કેદી તરીકેની પ્રક્રિયા કાલે પૂર્ણ કરાશે. ફેનિલને ફાંસીની સજાવાળા આરોપીઓની બેરેકમાં રખાશે.  ત્યારે આરોપી ફેનિલ ગોયાણીના વકીલ ઝમીર શેખનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે કોર્ટના આ ચુકાદાથી અમે સંતુષ્ટ નથી.અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. કોર્ટે ચુકાદામાં અમે કરેલી કેટલીક રજૂઆતો-પુરાવાઓ ધ્યાને ન લીધા હોવાની વાત કહેતા કહ્યું હતું કે ફેનિલ ઉપર લોકોએ પથ્થરમારો કર્યો હતો તે વાતનો ક્યાંય ઉલ્લેખ નથી. સાક્ષીઓએ 164મા નિવેદનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. અમે આ કેસના ચુકાદાને હવે હાઈકોર્ટમાં પડકારીશું.  ગ્રીષ્માના કાકી રાધિકાએ જણાવ્યું હતું કે, અમારી ગ્રીષ્માને ન્યાય મળ્યો. જોકે, માતા ગ્રીષ્માને યાદ કરી રડી પડ્યા હતા અને એક પણ શબ્દ બોલી શક્યા ન હતા. ગ્રીષ્માના અન્ય પરિવારજને કહ્યુ કે, આજે અમને સજા સાંભળીને સંતોષ છે. અમને લાગી રહ્યુ છે કે, સત્યનો જય થયો છે. અમને વિશ્વાસ હતો કે, હંમેશા સત્યનો જય થશે. આજે અમારી ગ્રીષ્માને ન્યાય મળ્યો છે જેનાથી અમને સંતોષ છે. અમે અમારી દીકરી ખોઇ છે તેનું અમને ઘણું દુખ થયું છે. પરંતુ આજના ન્યાયથી અમને સંતોષ છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

 ઝડપી ન્યાય અપાતા આજે હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારને મળશે