Gujarat

અમેરિકાની ધરતી પર ઐતિહાસિક દીક્ષા મહોત્સવ, 30 હાઇલી ક્વોલિફાઇડ યુવાનોએ સંસાર છોડ્યો અને સંન્યાસ લીધો

અમેરિકાની ધરતી પર ઐતિહાસિક દીક્ષા મહોત્સવ, 30 હાઇલી ક્વોલિફાઇડ યુવાનોએ સંસાર છોડ્યો અને સંન્યાસ લીધો

- ન્યૂજર્સીની પાવન ભૂમિમાં  2 ઓક્ટોબરના રોજ, એક અભૂતપૂર્વ અને હૃદયસ્પર્શી દિક્ષાદિન યોજાયો
- યુવાઓએ સેવા, બલિદાન અને ભક્તિ માટે જીવન સમર્પણ કરવાની પ્રતિજ્ઞા લીધી

અમદાવાદ, મંગળવાર 

  BAPS સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલે, ન્યૂજર્સીની પાવન ભૂમિમાં તારીખ 2 ઓક્ટોબર, 2023 ના રોજ, એક અભૂતપૂર્વ અને હૃદયસ્પર્શી દિક્ષાદિન યોજાયો. આ સમારોહમાં યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને ભારતમાં જન્મેલા અને ઉછરેલા 30 સુશિક્ષિત યુવાનોએ એક નવા જીવનની શરૂઆત કરી - નિઃસ્વાર્થ સેવાની પરિવર્તન યાત્રાની. દીક્ષા દિન તેમના જીવનમાં એક અસાધારણ પ્રકરણ ચિહ્નિત કરે છે, જે અતૂટ શ્રદ્ધા, એકતા અને ભક્તિ દ્વારા માર્ગદર્શિત માર્ગ માટે પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. દીક્ષા દિન માત્ર એ એક પ્રસંગ નથી, પરંતુ એ આ 30 યુવાન પુણ્ય આત્માઓની અદમ્ય ભાવનાનો પુરાવો છે, જેઓ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને કંપનીઓમાં અભ્યાસ તથા વ્યવસાયોનાં વિવિધ ક્ષેત્રોને અનુસર્યા છે. આ નવયુવાનોમાંથી ઘણા એવા યુવાનો છે, જેઓ તેમનાં માતાપિતાના એકમાત્ર સંતાન છે, જે દર્શાવે છે કે તેમનાં માતા-પિતાએ સમાજ કલ્યાણ અને લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવા માટે પોતાના વહાલસોયા પુત્રોને રાજીખુશી સાથે દીક્ષા લેવાની મંજૂરી આપી છે, જેથી તે યુવાનો પોતાની આધ્યાત્મિક પ્રગતિની સાથે-સાથે અનેક લોકોનાં જીવન પરિવર્તન કરવામાં અતુલ્ય યોગદાન આપી શકે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  આ સાધુ સમાજ એ નિઃસ્વાર્થ સેવા માટે સમર્પિત છે તેમજ માનવતાના ઉત્થાન માટે જરૂરી એવા નમ્રતા, કરુણા અને અતૂટ સમર્પણના મૂલ્યોનું ઉદાહરણ આપે છે. તે ઊંડી માન્યતાને  દર્શાવે છે કે વ્યક્તિગત બલિદાન દ્વારા, નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે – એવી સિદ્ધિઓ જે સમાજ પર કાયમી હકારાત્મક અસર કરે છે. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના નેતૃત્વમાં યોજાયેલા સમારોહમાં તમામ યુવાનોને વૈદિક દીક્ષા મંત્રો આપવામાં આવ્યા હતા.નવદીક્ષિત યુવાનોને મહંત સ્વામી મહારાજે અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપ્યા કે “તમારા મનમાં ભગવાન અને સમાજની સેવા કરવાનું પૂર્વનિર્ધારિત હતું, નહીં તો આજે તમે અહીં બેઠા ન હોત. અહીંથી ઘણું કામ કરવાનું બાકી છે. તમારી સેવા દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવાના આ આધ્યાત્મિક માર્ગ પર તમે સફળ થાવો એવા આશીર્વાદ છે. આ સુશિક્ષિત નવયુવાનો અક્ષરધામના ઉપદેશોને તેમની નવી આધ્યાત્મિક સફરમાં ચરિતાર્થ કરવાની પ્રેરણા સાથે લઈ જાય છે, તેઓ આ પવિત્ર સ્થાનમાં રહેલા નિઃસ્વાર્થ પ્રેમ અને એકતાના સાર્વત્રિક સંદેશાઓના તેજસ્વી ઉદાહરણ તરીકે સેવાકાર્ય બજાવશે.” દીક્ષા દિનનો સાર હિંદુ ધર્મના ઊંડા મૂલ્યોમાં રહેલો છે જેને આ યુવાનોએ જાળવી રાખવાનું પસંદ કર્યું છે. તે હેતુપૂર્ણ જીવન જીવવા માટેની તેમની પ્રચંડ પ્રતિબદ્ધતા દર્શાવે છે, જ્યાં અન્યોની સેવાને અગ્રતા આપવામાં આવે છે અને સમુદાયની સુખાકારી તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા બની જાય છે.ગઈકાલે સાંજે જ અક્ષરધામ મહામંદિરમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી માટે "જીવનમૂલ્યો તેમજ અહિંસા" નામના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. સમગ્ર ઉત્તર અમેરિકામાંથી ભક્તો અને શુભેચ્છકો સત્ય, અહિંસા અને સમાનતા સહિતના હિંદુ ધર્મના મુખ્ય સિદ્ધાંતોની ચર્ચા કરવા માટે એકત્ર થયા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

અમેરિકાની ધરતી પર ઐતિહાસિક દીક્ષા મહોત્સવ, 30 હાઇલી ક્વોલિફાઇડ યુવાનોએ સંસાર છોડ્યો અને સંન્યાસ લીધો