Gujarat

 ISIS ના નિશાને ફરી ગુજરાત, આ ચાર શહેરો માટે રેકી પણ કરી હતી

 ISIS ના નિશાને ફરી ગુજરાત, આ ચાર શહેરો માટે રેકી પણ કરી હતી

- દિલ્હી સ્પેશિયલ સેલે દિલ્હી અને યૂપીમાંથી પકડેલા ISISના આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો
- આતંકી શહનવાઝે અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં મોટા નેતાની હત્યા માટે કરી હતી રેકી

ગાંધીનગર, મંગળવાર 

  સોમવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISISના 3 આતંકીઓની ધરપકડ કરી હતી. ત્રણેય આતંકીઓએ પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા કર્યા છે. કડક પૂછપરછ દરમિયાન આતંકીઓએ જણાવ્યું કે તેમના નિશાના પર કેટલાક મંદિરો સાથે દેશના ઘણા મોટા નેતાઓ હતા. આ દરમિયાન અયોધ્યામાં રામ મંદિરની સાથે મુંબઈમાં છાબરા હાઉસ પણ આતંકવાદીઓના નિશાના પર હતું. ISIS ના નિશાને ફરી ગુજરાત રાજ્ય છે. દિલ્હીથી પકડાયેલા આતંકવાદીએ પોતે ખુલાસો કર્યો કે, તેઓ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગરમાં IED બ્લાસ્ટ કરવા માંગતા હતા. અયોધ્યાથી લઈ મુંબઈ સુધી તેમનું પ્લાનિંગ હતું. ISISના મોસ્ટ વોન્ટેડ આતંકીની દિલ્હીમાં ધરપકડ બાદ ખબર પડી કે ગુજરાતના વિવિધ શહેરો પણ આતંકીના નિશાના પર હતા. આતંકીએ અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં હુમલા માટે રેકી પણ કરી હતી.  આ ત્રણમાંથી એક આતંકી શાહનવાઝનો પ્લાન ગુજરાતમાં બ્લાસ્ટ કરવાનો પણ હતો. તેને અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં હુમલા માટે રેકી પણ કરી હતી. આ ખુલાસા બાદ દિલ્લી પોલીસની તપાસમાં હવે ગુજરાત પોલીસ પણ જોડાશે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  આતંકી શાહનવાઝની પત્ની ગુજરાતી હોવાનો ખુલાસો થયો છે. આતંકીની પત્નીનું નામ બસંતી પટેલ જાણવા મળ્યું છે, જે બાદથી તપાસ વધુ તેજ કરવામાં આવી છે. સાથે જ એમ પણ માહિતી મળી છે કે પત્ની બસંતી પટેલને ઇસ્લામ ધર્મમાં પરિવર્તિત કરવામાં આવી હતી જે બાદ તેનું નામ મરિયમ રાખવામાં આવ્યું છે. હાલ શાહનવાઝની પત્ની સ્પેશિયલ સેલના રડાર પર છે એટલે હવે દિલ્લી પોલીસ સાથે ગુજરાત પોલીસ પણ તપાસમાં ઝંપલાવશે.શાહનવાઝે મુંબઈ, સુરત, વડોદરા અને ગાંધી નગરમાં મંદિરો અને દરગાહ, વીઆઈપી રાજકીય અને મોટા નેતાઓના રૂટ સહિત ઘણા ભીડભાડવાળા વિસ્તારોની રેકી કરી હતી અને અમદાવાદમાં IED પ્લાન્ટ કરીને ટાર્ગેટ કિલિંગ કરવાનું વિચારી રહ્યો હતો. તેણે પશ્ચિમ રાજસ્થાનના નકશાની પણ તપાસ કરી જેથી ત્યાંના સ્થાન પર IED ટેસ્ટિંગ પોઈન્ટ બનાવી શકાય. આ આતંકીઓ અક્ષરધામ હુમલાના આરોપી ફરતુલ્લાહ ગોરી અને તેના જમાઈ શાહિદ ફૈઝલના સંપર્કમાં હતા. અને એમના આદેશ પર મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા.

  ગુજરાતના અક્ષરધામ પર થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ ફરહતુલ્લા ગોરી પાકિસ્તાનમાં બેઠો બેઠો આતંકી નેટવર્ક ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISISના જે ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે તેમની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ભારતમાંથી ફરાર થયા બાદ ગોરી પાકિસ્તાનમાં બેઠો છે અને ISISના નામ પર ભારતમાં નવ જવાનોને તૈયાર કરી રહ્યો છે. ફરહતુલ્લા ગોરીનો એક ઓડિયો સામે આવ્યો છે. જેમાં તે જેહાદીઓને ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓ અને પોલીસથી બચવાના નુસખાઓ જણાવી રહ્યો છે. વર્ષ 2002માં ગાંધીનગર અક્ષરધામ મંદિર પર થયેલા આતંકી હુમલામાં ગોરી સામેલ હતો. 2002માં જ ગોરીએ હૈદરાબાદમાં એટીએસ ઓફિસમાં આત્માઘાતી હુમલો કરાવ્યો હતો. હૈદરાબાદમાં રહેતો ફરહતુલ્લા ગોરી ભારતથી ફરાર થઈને પાકિસ્તાનમાં છુપાયેલો છે. ભારતે ગોરીને આતંકી ઘોષિત કર્યો છે અને સતત તેને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ બીજી તરફ ગોરી યુવાનોના મનમાં ઝેર ફેલાવી તેને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે..ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 ISIS ના નિશાને ફરી ગુજરાત, આ ચાર શહેરો માટે રેકી પણ કરી હતી