- પૈસાની લાલચમાં માણસ ગમે તે હદે જઈ શકે છે અને હત્યા કરતાં પણ ખચકાતો નથી
- જાે કે, પાપ છાપરે ચડીને પોકારે છે, ગમે તેવો શાતિર આરોપી પણ બચી શક્તો નથી
ગાંધીનગર,શુક્રવાર
રાતોરાત કરોડપતિ બનવા માટે લોકો એવા શોર્ટકટ અપનાવતા હોય છે કે પછી એ શોર્ટકટ એટલો કાંટાળો થઈ જાય છે કે આખી જિંદગી બદતર થઈ જાય છે. કોઈને પણ ખબર નહી પડે અને હું મોટી લૂંટને અંજામ આપી દઈશ અને પછી કરોડોમાં આળોટતો થઈ જઈશ તેવા શેખચલ્લીના વિચારો કરનારા તત્વો પોલીસના લાંબા હાથથી બચી શક્યા નથી અને ભવિષ્યમાં બચશે પણ નહી. નોકરી ધંધો ન કરનારા અને નવરા દિમાગના લોકો ઉપર હંમેશા કરોડપતિ બનવાનું ભૂત સવાર હોય છે અને પછી એ ખતરનાક ઘટનાને અંજામ આપતાં પણ ખચકાતા નથી. તાજેતરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો અને જે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાતોરાત કરોડપતિ થવા માટે એક મિત્રએ બીજા મિત્રની ક્રૂરતાથી હત્યા કરી નાખી હતી અને હત્યાને લૂંટમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર