District

ભાદરના પુલ  પર ચઢીશ તો જાનથી મારી નાખીશું ...કહીને  યુવક પર કર્યો જીવલેણ હુમલો 

ભાદરના પુલ  પર ચઢીશ તો જાનથી મારી નાખીશું ...કહીને  યુવક પર કર્યો જીવલેણ હુમલો 

- પાંચ જેટલા યુવકોએ પઇપ અને  હોકીથી હુમલો કર્યો હતો

- આ ઘટનામાં પાંચ લોકોએ ધોકા-પાઇપ અને હોકીથી હુમલો કરતાં યુવકને સારવાર માટે ખસેડાયો હતો.

રાજકોટ, મંગળવાર

    રાજકોટ જિલ્લામાં આવેલા જેતપુરમાં  એક યુવક ઉપર પાંચ જેટલા યુવકોએ પઇપ અને  હોકીથી હુમલો કર્યો હતો. આ અંગે જેતપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓને સકાંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી. સમગ્ર ઘટના અંગે ફરિયાદી મોસીનભાઇ બસીરભાઇ મુળીમા (ઉ.વ.26) એ  જણાવ્યું હતું કે, જેતપુરમાં ભાદરના સામાકાંઠે નરશંગ ટેકરી પાસે રહેતાં મોસીનભાઇએ ફરીયાદમાં આરોપી તરીકે અશ્વિન વેગડા, વિક્રમસિંહ પરમાર, રાહુલ ઉર્ફે ડુંગળી, શૈલેષ રાઠોડ અને રાજુ નાથા મકવાણાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચેક વર્ષથી તેના માસીને ત્યાં છુટક મજુરી કામ કરી રહે છે.

    વધુમાં જણાવ્યું કે, તેઓ ગઈકાલે સાંજના માસીયાઇ ભાઇનું બાઇક લઈ ચાંદની ચોકમાં ગયેલ અને ત્યાંથી પરત ફરતા કેસર ચા હોટલ પાસે પહોંચતા અચાનક અશ્વિન વેગડા, વિક્રમસિંહ પરમાર, રાહુલ ઉર્ફે ડુંગરી તેની બાઇક આંતરી ત્રણેય શખ્સો પાસે હથિયાર સાથે હતાં. દરમિયાન અશ્વિન વેગડા તથા વિક્રમસિંહ પરમારે ગાળો આપી ધોકાથી હુમલો કર્યો હતો. તેમજ અન્ય શખ્સોએ પણ ધોકાથી માર મારતાં તેઓ નીચે પડી ગયેલ હતો. દરમિયાન તેનો મિત્ર વચ્ચે પડતાં અશ્વિને કહયું કે ભાદરનો પુલ મારા બાપનો છે તું ચડીશ તો તને જાનથી મારી નાખીશ.... તેમ કહી આરોપીઓ નાસી છૂટ્યા હતાં. આ ઘટનામાં પાંચ લોકોએ ધોકા-પાઇપ અને હોકીથી હુમલો કરતાં યુવકને સારવાર માટે ખસેડાયો હતો.

    આ ઘટનામાં ફરિયાદીને ગંભીર ઇજા પહોંચતા તેના મિત્રોએ તેને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેમને ભાદરના પુલ ઉપર થઈ ઘરે જવાનું હોય જેથી અશ્ર્વિન અને વિક્રમસિંહ પરમારને સારૂ ન લાગતા તે બાબતનો ખાર રાખી હુમલો કર્યો હતો.  ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

 

 

ભાદરના પુલ  પર ચઢીશ તો જાનથી મારી નાખીશું ...કહીને  યુવક પર કર્યો જીવલેણ હુમલો