Gujarat

હાર્ટએટેકથી બચવું છે તો નવરાત્રિમાં આટલું કરવાનું ભૂલતા નહી 
 

હાર્ટએટેકથી બચવું છે તો નવરાત્રિમાં આટલું કરવાનું ભૂલતા નહી 
 

- હાર્ટએટેકના કિસ્સા સતત વધતાં ગરબાના આયોજકોમાં પણ ચિંતા
- રાજકોટમાં ગરબાના સ્થળે એમ્બ્યુલન્સ અને ડોક્ટરો તૈનાત કરાશે

ગાંધીનગર,શુક્રવાર 

  રાજ્યમાં કોરોના મહામારી બાદ હાર્ટએટેકના કિસ્સામાં નિરંતર વધારો થઈ રહ્યો છે અને જેના કારણે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અગાઉ બે યુવકોએ હાર્ટએટેકથી જીવ ગુમાવ્યા છે અને આ યુવકો ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને અચાનક ઢળી પડ્યા હતા. નવરાત્રિમાં હાર્ટએટેકના કિસ્સા વધે અને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગરબાના આયોજકો દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટમાં ગરબાના સ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે. નવરાત્રિમાં ખેલૈયાઓનો ગરબે ઘૂમવાનો થનગનાટ છે પણ હાર્ટએટેકને લઈ યુવાનોમાં ચિંતા જાેવા મળી રહી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  રાજ્યમાં પાછલા બે મહિનામાં અંદાજે ૫૦થી વધારે યુવકોએ હાર્ટએટેકથી જીવ ગુમાવ્યો હતો અને જેના માટે યુવાનોમાં પણ ફફડાટ ફેલાયો હતો. ક્રિકેટ રમતાં રમતાં યુવકો ઢળી પડ્યા હતા અને મોતને ભેટ્યા હતા. તંદુરસ્ત યુવકો કે જેમને કોઈ વ્યસન પણ નહોતું તેવા યુવકો હાર્ટએટેકનો શિકાર બની રહ્યા હતા. જેના માટે કેન્દ્ર સરકારે પણ એક સમિતિ બનાવી છે તો રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી હતી. હવે આ મામલે મોટો ખૂલાસો થયો છે અને કેમ યુવકો હાર્ટએટેકનો શિકાર બન્યા તેનું રહસ્ય બહાર આવી ગયું છે. લાંબા સમયની તપાસ બાદ આખરે ડોક્ટરોને તેમાં સફળતા મળી છે. 

  હાર્ટએટેક મામલે ડોક્ટરોની ટીમે હાર્ટએટેક આવવા પાછળનું કારણ શું છે તે બહાર લાવ્યા છે. કોરોના ઈફેક્ટને પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને જેના કારણે શારીરિક શ્રમ કરતી વખતે શરીરમાં પ્લેક ફાટવાના કારણે હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે. પ્લેક એ ચરબીયૂક્ત પદાર્થ છે જે ધમનીની દિવાલોમાં ભેગો થાય છે. ધમનીમાં પ્લેકનું પ્રમાણ વધુ થાય તો ગણતરીની મિનિટોમાં ૧૦૦ ટકા સુધી પહોંચી જાય છે અને આવામાં વ્યક્તિ વધુ શ્રમ કરે તો હાર્ટએટેક આવે છે. આ સિવાય ડાયાબિટીસ અને હાયપર ટેન્શનના કારણે પણ પ્લેક ફાટી શકે છે. કોરોના બાદ પ્લેક ફાટવાનું પ્રમાણ વધ્યું છે અને તેનાથી બચવા માટે શારીરિક શ્રમ કરતાં પહેલાં હૃદયની તપાસ કરાવી લેવી હિતાવહ છે.કોરોના અને વેક્સિનને હાર્ટએટેક સાથે કોઈ સંબંધ નથી તેવું હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો.તેજસ પટેલ પણ અગાઉ કહી ચૂક્યા છે. બેઠાડું જીવન અને શારીરિક શ્રમનો અભાવ અને જંકફૂડના કારણે નાની ઉંમરે હાર્ટએટેકના કિસ્સા વધ્યા છે અને લોકોમાં જાગ્રૃતિનો અભાવ છે. નવરાત્રિમાં જંક ફૂડ ખાવાનું ટાળવા સાથે આલ્કોહોલ અને તમાકુ તેમજ સિગારેટ ટાળો અને પૂરતી ઊંઘ લેવી હિતાવહ છે. છાતીમાં કે દુઃખાવાની ફરિયાદ છે કે એસિડિટી જેવું લાગે છે તો તુરંત ડોક્ટરોનો સંપર્ક કરો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

હાર્ટએટેકથી બચવું છે તો નવરાત્રિમાં આટલું કરવાનું ભૂલતા નહી