Weu Special

ઈશ્વરપૂજામાં આરતીનું મહત્વ અને શાસ્ત્રોમાં જણાવેલા નિયમો... શું તમે આરતી કરતી વેળા આ નિયમોનું પાલન કરો છો ?

ઈશ્વરપૂજામાં આરતીનું મહત્વ અને શાસ્ત્રોમાં જણાવેલા નિયમો... શું તમે આરતી કરતી વેળા આ નિયમોનું પાલન કરો છો ?

- કંકુ, ફુલ, ચંદન અને કપૂર રાખ્યા બાદ પિત્તળ, ચાંદી કે માટીના કોડીયામાં ઘીનો દીવાં પ્રગટાવીને ભગવાનની આરતી શરૂ કરવી જોઇએ

- આરતી વિનાની પૂજાને અધૂરી છે, આરતી કર્યા બાદ તેને આદરપૂર્વક બંને હાથથી લેવી જોઈએ

વીયુ વિશેષ, પંડિતજી

      હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજા બાદ આરતી કરવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આરતી વિનાની પૂજાને અધૂરી માનવામાં આવે છે. આપણા ધાર્મિક શાસ્ત્રોમાં આરતીની જ્યોતને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. કોઈ પણ મંદિર કે ઘરમાં આરતી સમયે આપણું મને ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે. આરતી પણ ઈશ્વર ઉપાસનાની એક રીત છે. જે કરવાથી પૂજા - અર્ચનાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાનાની કૃપા ભક્તો પર વરસે છે.

        પુરાણોમાં આરતીના મહિમાને ગૌરવ આપતા કહેવામાં આવ્યું છે કે જો કોઈને મંત્ર વગેરેની ખબર ન હોય તો તે ભક્તિથી પૂજા વિધિ બાદ આરતી કરી પૂર્ણ ફળ મેળવી શકે છે. આરતીમાં કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું પડે છે પણ, મોટાભાગના લોકો તેના વિશે જાણતા નથી અને તેના કારણે તેઓ ઘણીવાર દોષના ભાગીદાર બને છે. ભગવાનની પૂજા કર્યાં પછી કરવામાં આવતી આરતીનું મહત્વ આજે આપણે અહીયા સમજીએ...

      આરતી માટે ચાંદી, પિત્તળ કે તાંબાની પ્લેટનો ઉપયોગ કરવો જોઈએ. ભગવાનની આરતી માટેની થાળી કે પાત્રને ફૂલોથી શણગારવા જોઈએ. આ પાત્રમાં કંકુ, ફુલ, ચંદન અને કપૂર રાખ્યા બાદ તેમાં પિત્તળ, ચાંદી કે માટીના કોડીયામાં ઘીનો દીવાં પ્રગટાવ્યા પછી ભગવાનની આરતી શરૂ કરવી જોઇએ. આરતી માટેના દીવામાં વાટ કે કપૂરની સંખ્યા એક, પાંચ કે સાત રાખવી જોઈએ, અર્થાત્ એકી રકમમાં રાખવી જરૂરી છે. આરતી કરતી વખતે ઈશ્વરના ચરણ તરફ ચાર વખત ઉતારો, ત્યારપછી બે વાર નાભી તરફ અને અંતે એક વાર મુખ તરફ આરતી ઉતારવી જોઈએ. આમ કુલ સાત વખત આરતી ઉતારવાનું શાસ્ત્રમાં જણાવાયું છે.

       આરતીના આગળનાં નિયમો જોઈએ તો, આરતી કર્યા પછી તેના પર જળથી પ્રદક્ષીણા ફેરવીને તે જળનો પ્રસાદ સ્વરૂપે બધા લોકો પર છંટકાવ કરવાનો હોય છે. આરતી ઉભા રહીને જ કરવાની હોય છે પણ, જો કોઈ કારણસર તે ન થઈ શકે તો બેસીને પણ આરતી કરી શકાય છે. આરતી કર્યા બાદ તેને આદરપૂર્વક બંને હાથથી લેવી જોઈએ. આરતી પહેલા શંખનાદ અને આરતી રામયે ઘંટનાદ પણ કરવો જોઈએ. ભગવાનની પૂજા કર્યા આરતી ઘરના મંદિરમાં દિવસમાં એકથી પાંચ વખત કરી શકાય છે.

      આરતી હંમેશા ઉંચા સ્વરે અને એક જ તાલ અને લયમાં બોલાય તો વાતાવરણ ભક્તિમય બને છે, જે મનને શાંતિ આપે છે. ભગવાનની શક્તિ આરતીના દીવાની જ્યોતમાં સમાઈ જાય છે, જે ભક્તો તેમના માથા પર ચઢાવે છે. આરતી કરવાથી પૂજામાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય કે કોઈ ક્ષતિ રહી હોય તો તે માફ કરવામાં આવે છે અને પૂજાના ફળની પ્રાપ્તિ થાય છે. સ્કંદ પુરાણ મુજબ ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે, જો કોઈ ભક્ત મારો મંત્ર જાપ કરી અને આદર સાથે આરતી કરે છે તો ક્રિયાહીન પૂજા પણ સફળ બને છે. (તસવીર પ્રતિકાત્મક છે)

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

 

 

 

 

 

 

 

ઈશ્વરપૂજામાં આરતીનું મહત્વ અને શાસ્ત્રોમાં જણાવેલા નિયમો... શું તમે આરતી કરતી વેળા આ નિયમોનું પાલન કરો છો ?