National

એમેઝોન અને કેન્દ્ર વચ્ચે મહત્વના કરાર

એમેઝોન અને કેન્દ્ર વચ્ચે મહત્વના કરાર

- દેશની રચનાત્મક અર્થવ્યવસ્થા માટે કરાઈ ખાસ સમજૂતિ

- એમેઝોન અને કેન્દ્રએ કયા કરાર પર હસ્તાક્ષર કર્યા ?

ન્યુ દિલ્હી, મંગળવાર 

  ભારતના ખૂણે ખૂણામાં હુનર પડ્યું છે. પ્રતિભાઓ ભારતના દરેક ગામ, શહેરમાં છે, પરંતુ તેને ખિલવાની, પોતાની પ્રતિભાને રજૂ કરવાની તક નથી મળતી' આ અને આવી વાતો તમે અનેક વાર વાંચી સાંભળી હશે. વાત પણ સાચી છે, કોઈ પાસે કળા કે પ્રતિભા હોય પરંતુ તેની આ પ્રતિભાને પ્લેટફોર્મ ન મળે તો તે ઉજાગર થઈ શકતી નથી. પરંતુ હવે જાણીતા ઓટીટી પ્લેટફોર્મ અને કેન્દ્ર સરકારે આવી પ્રતિભાને પ્લેટફોર્મ મળી રહે તે માટે એક ખાસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.  મંત્રાલય અને એમેઝોન ઈન્ડિયા દ્વારા આ સંયુક્ત જાહેરાત કરવામાં આવી છે. સરકાર અને એમેઝોને ભારતની રચનાત્મક અર્થવ્યવસ્થાના લાભ માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ LoI એટલે કે લેટર ઓફ ઇન્ટેન્ટ હેઠળ એમેઝોન અને સૂચના અને પ્રસારણ મંત્રાલય દેશમાં સર્જનાત્મક પ્રતિભાને આગળ લાવવા માટે મોકો આપશે, પ્રતિષ્ઠિત ફિલ્મ અને ટીવી સંસ્થાન અને વિશ્વ સ્તર પર ભારતની બનેલી રચનાત્મક સામગ્રીનું પણ આ સાથે પ્રદર્શન પણ કરવામાં આવશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરની હાજરીમાં નેશનલ મીડિયા સેન્ટરમાં એલઓઈ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એમેઝોને તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, પ્રાઇમ વિડીયો અને મીની ટીવી બંને ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા અને સત્યજીત રે ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટીટ્યુટમાં વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ પણ આપશે. 'આઝાદી કા અમૃત મહોત્સવ' પહેલ અંતર્ગત પ્રાઇમ વિડીયો અને મીની ટીવી પર ભારતીય રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ (NDFC), રાષ્ટ્રીય પ્રસારક દૂરદર્શન અને ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની સામગ્રી પ્રસારણ પણ કરવામાં આવશે. દરમિયાનમાં આ પ્રસંગે કેન્દ્રીય પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ ભાગીદારી હેઠળ એફટીઆઈઆઈઆઈ અને એસઆરએફટીઆઈઆઈઆઈ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ, ઇન્ટર્નશિપ, વિશેષ વર્ગો અને અન્ય તકો રજૂ કરી રહ્યું છે. આ પહેલને કારણે ઉદ્યોગ-અને  એકેડેમિક સંબંધોને મજબૂતી મળશે.જણાવી દઈએ કે, આ અગાઉ એમેઝોન ઈન્ડિયાએ વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય સાથે વિકલાંગતા ધરાવતા રોજગારી યોગ્ય યુવાનો સાથે જોડાવા માટે એક એલઓઆઈ પર હસ્તાક્ષર કર્યા હતા. કંપનીએ સાર્થક એજ્યુકેશનલ ટ્રસ્ટ સાથે રૂ. 2.5 કરોડની વિશેષ ગ્રાન્ટ માટે એક સમજૂતી કરાર (MoU) પર પણ હસ્તાક્ષર કર્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

એમેઝોન અને કેન્દ્ર વચ્ચે મહત્વના કરાર