- 60 વર્ષના મહિલાને cpr અપાયો પણ જીવ ન બચાવી શકાયો
- વિવેકાનંદ નગરમાં ગુજરાતી શાળા નંબર એકની ઘટના
અમદાવાદ, શુક્રવાર
અમદાવાદમાં મધ્યાહન ભોજનમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા એક 60 વર્ષના મહિલાનું આજે હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. વિવેકાનંદ નગરમાં આવેલી ગુજરાતી શાળા નંબર ૧ માં ભોજન પીરસી રહેલ મહિલા એકાએક ઢળી પડ્યા બાદ 108 ની ટીમ દ્વારા તેમને સી.પી.આર પણ આપવામાં આવ્યો હતો. પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો.