- ડોન બનવાનો અભરખો રાખતાં યુવાનને પોલીસે શબક શિખવાડ્યો
- પોલીસે રીલ બનાવનાર યુવાન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી
વિજાપુર, શનિવાર
સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે યુવકોને ઘેલુ લાગ્યું છે. તેઓ નીતી નિયમો અને કાયદાને નેવે મૂકીને પોતાના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવતા હોય છે. ત્યારે વિજાપુરમાં યુવાનને રીલ બનાવવી ભારે પડી છે. હાથમાં તીક્ષ્ણ હથિયાર રાખી યુવાને રીલ બનાવી હતી. રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. ડોન બનવાનો અભરખો રાખતાં યુવાનને પોલીસે શબક શિખવાડ્યો છે. પોલીસે રીલ બનાવનાર યુવાન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં આ યુવક તીક્ષ્ણ હથિયારને કમરમાં રાખતો જોવા મળી રહ્યો છે