- બે શખ્સે બોલાચાલી કરી મારી નાખવાની ધમકી પણ આપી
- અજાણ્યા ઇસમો સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
ગાંધીનગર, મંગળવાર
આજકાલ મારામારીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. લોકો સામાન્ય વાતમાં એક બીજા પર હુમલો કરી બેસે છે, તેવામાં વધુ એક મારામારીનો બનાવ સામે આવ્યો છે. ગાંધીનગરમા બાઇક સાઇડમાં ખસેડવા મુદ્દે બે બૈલ સવાર ઇસમોએ એક યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર ઘટના અંગે અજાણ્યા ઇસમો સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.