- પરિણીતાને સાસરિયાએ ત્રાસ આપ્યો હોવાની પોલીસમાં ફરિયાદ થઈ
- પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
ગાંધીનગર, શુક્રવાર
કેટલાક લોકોના મનમાંથી દહેજનું દૂષણ દૂર માંથી થઈ રહ્યું. અને તેને જ પરિણામે ઘરેલુ હિંસાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગાંધીનગરની યુવતીએ અમદાવાદના યુવક સાથે લગ્ન થયા હતા.લગ્ન પછી નણંદે કોર્ટે મેરેજ કરી લેતાં પત્ની ઉપર આક્ષેપો કરીને પતિ સહિતના સાસરિયાએ મારઝૂડ કરી હતી. બાદમાં પતિ, સાસુ સસરા અને નણંદ દહેજ માટે પરિણીતાને ત્રાસ આપતા હતા. બાદમાં કંટાળીને પરિણીતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા.