- શખ્સો વેપારીના ઘરે આવીને ગાળો બોલીને વેપારીના દીકરા અને ભાઈને માર માર્યો
- ઇજાગ્રસ્ત થયેલા વેપારીના પુત્રને સારવાર માટે ખસેડાયો
મોડાસા, ગુરુવાર
મોડાસા ખાતે રહેતા વેપારીએ ધંધા માટે ત્રણ વર્ષ પહેલા શખ્સો પાસેથી ત્રણ લાખ રૂપિયા લીધા હતા જો કે ધંધો બંધ કરતાં આર્થિક પરિસ્થિતિ ખરાબ થતાં આ પૈસા શખ્સોને પરત આપવાના બાકી હતા. તેથી પૈસાની ઉઘરાણી કરવા માટે શખ્સો વેપારીના ઘરે આવીને ગાળો બોલીને વેપારીના દીકરા અને ભાઈને માર માર્યો હતો. બનાવમાં વેપારીનો પુત્ર ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે મોડાસા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે મામલે વેપારીએ ચાર શખ્સો સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.