Gujarat

ઉત્તર ગુજરાતમાં ભાજપમાં ચૌધરી અને ઠાકોર સમાજના ઉમેદવારો વચ્ચે ટિકીટ માટે ઘમાસાણ મચશે

ઉત્તર ગુજરાતમાં ભાજપમાં ચૌધરી અને ઠાકોર સમાજના ઉમેદવારો વચ્ચે ટિકીટ માટે ઘમાસાણ મચશે

- વસંત ભટોળ ભાજપમાં આવતાં હવે દાંતા બેઠકની દાવેદારી વધશે, વાવ, રાધનપુર બેઠક ઉપર પણ માથાનો દુઃખાવો 
- શંકર ચૌધરી વાવ બેઠક ઉપરથી ચૂંટણી લડવા ઉત્સુક : રાધનપુર બેઠક ઉપરથી અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર મેદાનમાં 

ગાંધીનગર, બુધવાર 

  વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં ભરતી મેળા પૂરજાેશમાં ચાલી રહ્યા છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સમીકરણો બદલાઈ શકે છે. બનાસકાંઠાની દાંતા બેઠક ઉપર હવે વસંત ભટોળ ભાજપમાં આવતાં તેઓ ટિકીટ માટે દાવેદાર ગણાય છે. આ સિવાય વાવ બેઠક ઉપર પણ શંકર ચૌધરી ચૂંટણી લડવાની રાહ જાેઈ રહ્યા છે. રાધનપુર બેઠક ઉપરથી અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર વચ્ચે સ્પર્ધા જાેવા મળશે. બનાસકાંઠાની બેઠકો ઉપર ચૌધરી અને ઠાકોર સમાજના ઉમેદવારો વચ્ચે ભાજપમાં ટિકીટ માટે આગામી દિવસોમાં ઘમાસાણ મચશે તેવું જણાઈ રહ્યું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ એક્શનમાં આવી ચૂક્યા છે અને તેમના ગુજરાતના પ્રવાસ વધી ચૂક્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ બે વાર ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે અને સંસદ સભ્યો, ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યોને જીતનો મંત્ર આપી રહ્યા છે. ભાજપનું મિશન ૧૫૦ બેઠકો જીતવાનું છે અને તે માટે એડી ચોટીનું જાેર લગાવવામાં આવી રહ્યું છે. ભાજપ છોડી ગયેલા નેતાઓને પરત લેવામાં આવી રહ્યા છે તો કોંગ્રેસના ગઢમાં પણ ગાબડા પાડવામાં આવી રહ્યા છે.

  આજે ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે અને બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળના પૂત્ર વસંત ભટોળ ભાજપમાં જાેડાયા છે. તેઓ દાંતા વિધાનસભા બેઠક ઉપર ૨૦૦૯માં ચૂંટાયા હતા અને ૨૦૧૨ સુધી ધારાસભ્ય તરીકે રહ્યા હતા. ૨૦૧૯મા કોંગ્રેસે પરથી ભટોળને લોકસભાની ટિકીટ આપતાં વસંત ભટોળે ભાજપ સાથે છેડો ફાડ્યો હતો. જાે કે, હવે તેમની ઘર વાપસી થઈ છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપનો ભરતી મેળો ફૂલ એક્શન મોડમાં ચાલી રહ્યો છે. ગઢડા બેઠકના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુંએ ૨૦૧૭માં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને તેઓ વિધિવત રીતે ભાજપમાં જાેડાઈ ગયા હતા. અગાઉ કોંગ્રેસ અને આપ પાર્ટીના નેતાઓ માટે ભરતી મેળો શરૂ થયો હતો અને હવે ભાજપનો છેડો ફાડી ગયેલાઓ માટે ઘર વાપસીનો મેળો શરૂ કરવામાં આવ્યો છે. સાણંદના પૂર્વ ધારાસભ્ય અને ૨૦૧૭ની ચૂંટણીમાં ટિકીટ નહી મળતાં ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ તરીકે ચૂંટણી લડેલા કમાભાઈ રાઠોડની ભાજપમાં ઘર વાપસી થઈ ગઈ છે. પક્ષપલટુઓ માટે હવે ભરતી મેળા શરૂ થઈ ગયા છે અને જેમાં કોંગ્રેસમાં રહીને કંટાળેલા કેટલાયના કોઈ કામ થતા ન હોવાથી ભાજપમાં જવાનું પસંદ કરી રહ્યા છે. 

  વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આંટાફેરા વધી ચૂક્યા છે તો તેઓ અનેક કાર્યક્રમોમાં વચ્ર્યુઅલી જાેડાઈ રહ્યા છે. આ સિવાય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પણ આંટાફેરા વધી ચૂક્યા છે. ભાજપે ગુજરાત ચૂંટણી ઉપર ફોક્સ વધાર્યું છે ત્યારે ગુજરાત ભાજપ પણ તૈયાર છે. અગાઉ કોંગ્રેસ અને આપ પાર્ટીમાં ગાબડાં પાડવામાં આવ્યા હતા અને હવે ભાજપ છોડીને ગયેલા પૂર્વ ધારાસભ્યોને પણ ઘર વાપસી કરાવવામાં આવી રહી છે. અગાઉ પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલ પણ ભાજપમાં પરત આવ્યા છે ત્યારે સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડે પણ ઘર વાપસી કરી હતી.

  ૨૦૧૭માં ભાજપે સાણંદ બેઠક ઉપરથી પૂર્વ ધારાસભ્ય કરમશી પટેલના પૂત્ર કનુ પટેલને ટિકીટ આપી હતી જેના કારણે કમા રાઠોડ નારાજ થયા હતા અને તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. જાે કે, તેમનો પરાજય થયો હતો અને હવે પાંચ વર્ષ બાદ ભાજપમાં ઘર વાપસી કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અનેક કાર્યક્રમોમાં વચ્ર્યુઅલી જાેડાઈ રહ્યા છે. ગુજરાતમાં ૨૭ વર્ષથી એકચક્રીય શાસન કરનાર ભાજપ ફરીથી સત્તામાં આવવા આકરી મહેનત કરી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને એક પછી એક ઝાટકા મળી રહ્યા છે જેના કારણે રાજકીય સમીકરણો બદલાય તેવા સંકેત જાેવા મળી રહ્યા છે. બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળના પૂત્ર વસંત ભટોળે ભાજપમાં ઘર વાપસી કરી છે અને દાંતા બેઠક ઉપર પોતાની મજબૂત દાવેદારી કરી છે. જાે કે, હાઈકમાન્ડ ટિકીટ આપશે કે કેમ તે જાેવું રસપ્રદ બની રહેશે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

ઉત્તર ગુજરાતમાં ભાજપમાં ચૌધરી અને ઠાકોર સમાજના ઉમેદવારો વચ્ચે ટિકીટ માટે ઘમાસાણ મચશે