- યુવતીએ વીડિયો કોલ કરી સોશિયલ મીડિયામાં ચેનચાળા કરીને એક વૃદ્ધને ફસાવ્યો
- ન્યુડ વિડીયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપી
પાટણ, શનિવાર
ઓનલાઈન કૌભાંડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં જો જરાક પગ લપસી જાય તો લેને કે દેને પડી ગયાનો કેટલાય લોકોને અનુભવ છે. કેટલીક એવી ગેંગ સક્રિય છે જે ગેંગૉમાં સ્વરૂપવાન યુવતીઓ સામે માલેતુજાર વ્યક્તિઓને વિડીયો કોલ કે રૂબરૂમાં ફસાવી દઈ અને સ્વરૂપવાન યુવતી સહિતની ગેંગ વિડીયો અને ફોટોને આધારે બ્લેકમેઇલ કરીને લાખો રૂપિયા પડાવી લેતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો ચાણસ્મા તાલુકાનાં ધીનોજ ગામથી સામે આવ્યો છે જ્યાં યુવતીએ વીડિયો કોલ કરી સોશિયલ મીડિયામાં ચેનચાળા કરીને એક વૃદ્ધને ફસાવ્યો હતો. ન્યુડ વિડીયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપીને 11.40 લાખ પડાવી લીધા હતા.