- ચાર બાળકોએ સ્વચ્છતા અભિયાન અન્વયે ગામમાં ચાલતી સફાઈની કામગીરી જોઈને સ્વયંભૂ કચરો ઉપાડવાની શરૂઆત કરી
- બાળકો વગર કહ્યે સ્વચ્છતા અભિયાનમાં આપમેળે જોડાઈ ગયા હતા
ગાંધીનગર, ગુરુવાર
ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 15મી સપ્ટેમ્બરથી 15મી ઓક્ટોબર 2023 સુધી દેશવ્યાપી સ્વચ્છતા હી સેવા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યુ છે જે અંતર્ગત ઉનાવાના ચાર બાળકોએ સ્વચ્છતા અભિયાન અન્વયે ગામમાં ચાલતી સફાઈની કામગીરી જોઈને સ્વયંભૂ કચરો ઉપાડવાની શરૂઆત કરી ગ્રામજનો માટે પ્રેરણારૂપ બન્યા હતા.