District

સાબરકાંઠાના વડાલી ગામમાં ભત્રીજાએ જમીન અંગે કાકાના ઘર પર પથ્થર મારો કર્યો

સાબરકાંઠાના વડાલી ગામમાં ભત્રીજાએ જમીન અંગે કાકાના ઘર પર પથ્થર મારો કર્યો

- ભત્રીજાઓ છુટા પત્થર મારી દરવાજાને નુકશાન કરી ધાક ધમકીઓ આપી 
- વડાલી પોલીસે ગુન્હો દાખલ કર્યો 

વડાલી, સોમવાર 

  સાબરકાંઠાના વડાલી ગામના આધેડના નાનાભાઈને ભત્રીજો સાથે ન રાખતો હોવાથી આધેડ તે બાબતે ભત્રીજાને સમજાવવા માટે જતા આ અંગેની અદાવત રાખીને ભત્રીજાએ ગઈ કાલે હોબાળો મચાવ્યો હતો. આધેડના ઘરે ધસી આવી ગાળો બોલીને કેમ અમારી જમીનમાં ભાગ આપતા નથી કહીને પથ્થર મારો કરતાં આધેડે ઘરનો દરવાજો બંધ કરતા છુટા પત્થર મારી દરવાજાને નુકશાન કરી ધાક ધમકીઓ આપતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. આ અંગે આધેડે ભત્રીજા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વડાલી પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. 

  પ્રાપ્ત વિગત અનુસાર સાબરકાંઠાના વડાલી ગામના સવૈયાનગર રહેતા નાનજીભાઈ દીતા ભાઈ વણકરના નાના ભાઇ મોહનભાઇના પુત્ર અલ્પેશે આજથી દસેક મહીના પહેલા તેના પિતાજી મોહનભાઇ તથા ચેતનભાઇ સાથે ઝગડો કરી તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા જે અત્યારે શ્યામનગર મુકામે રહે છે અને પુત્રના ડરથી ઘરે આવતા નથી તેથી આ અંગે તેમણે અલ્પેશભાઈને સમાવતા તેને કહ્યું હતું કે હુ તેમને મારા ઘરે આવવા દેવાનો નથી અને આવશે તો તેમના પગ ભાંગી નાખીશ તેમ જણાવતા તેમણે બીજી વખત સમજાવ્યા ન હતા. જે બાદ ગઈ કાલે અલ્પેશે આ અંગેની અદાવત રાખી રાત્રીના સમયે જ્યારે નાનજીભાઈ ઘરે પરિવાર સાથે હાજર હતા ત્યારે અલ્પેશ તેમના ઘરે આવી બિભત્સ ગાળો બોલી જુના વણકરવાસમાં આવેલ જમીનમા અમને કેમ ભાગ આપતા નથી કહી ફરિયાદી પર છુટા પત્થર મારવા લાગતાં તેમને ઘરનો દરવાજો તથા લોખંડની જાળી બંધ કરી દેતા અલ્પેશે લોખંડની જાળીને જોર જોરથી લાતો મારી લાકડાની બારીની દિવાલ ઉપર પત્થરો મારી બારીને તથા દિવાલને નુકશાન કરીને આજે જો તમો દરવાજો ખોલી બહાર આવ્યા છો તો તમોને જાનથી મારી નાખીશુ તેવી ધમકીઓ આપી ચાલ્યો ગયો હતો. આ અંગે નાનજીભાઈએ તેમાં ભત્રીજા અલ્પેશ સામે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. (તસવીર પ્રતિકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

સાબરકાંઠાના વડાલી ગામમાં ભત્રીજાએ જમીન અંગે કાકાના ઘર પર પથ્થર મારો કર્યો