- વિકાસ કમિશનરના નામે બોગસ એકાઉન્ટ બનાવીને ગઠિયાએ લોકો પાસેથી પૈસા પડાવ્યા
- ગાંધીનગર સેક્ટર સાત પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી
ગાંધીનગર, બુધવાર
ગાંધીનગરમાં રહેતા અને ગુજરાત સરકારમાં અધિક વિકાસ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીનું સોશિયલ મીડિયા ઉપર ફેક એકાઉન્ટ બનાવીને તેમના નામ અને ફોટાનો દૂર ઉપયોગ કરીને google પે થી લોકો પાસે પૈસાની માંગણી કરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યા બાદ, આ બાબતે અધિક વિકાસ કમિશનર દ્વારા ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.