- આ વખતે 5 મેચ અમદાવાદમાં રમાશે
- વર્લ્ડકપ મેચ માટે ખાનગી પાર્કિગ ચાર્જમાં રૂ.50 નો વધારો
અમદાવાદ, મંગળવાર
ક્રિકેટના સૌથી મોટા ઉત્સવ એવા વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવાની છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન સહિત કુલ પાંચ જેટલી મેચો રમાવવાની છે. વર્લ્ડ કપની મેચો જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવવાના છે. દર્શકો મેટ્રો, BRTS સહિત પોતાનાં ખાનગી વાહનોમાં પણ મેચ જોવા પહોંચશે. ત્યારે અમદાવાદમાં વર્લ્ડ કપ મેચ માટે વાહનોના પાર્કિગ ચાર્જમાં વધારો થયો છે. ખાનગી પાર્કિંગ ચાર્જમાં રૂ.50નો વધારો કરાયો છે. વાહન પાર્કિંગ માટે લોકોએ ટુ-વ્હીલર માટે રૂપિયા 100 અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ ચૂકવવાનો રહેશે.ક્રિકેટના મહાકુંભમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો સાથે મેચ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચશે. ત્યારે દર્શકોને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. સ્ટેડિયમના અડધો કિલોમીટરથી લઇને અઢી કિલોમીટર સુધી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરના પાર્કિંગ માટે અલગ અલગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ વાહન પાર્કિંગ માટે કુલ 15 જેટલા પાર્કિંગ પ્લોટ પણ ખાનગી એજન્સીઓ દ્વારા ભાડે રાખવામાં આવ્યા છે. આ 15 પાર્કિંગ પ્લોટમાં કુલ 15,000 ટુ-વ્હીલર અને 7,250 જેટલા ફોર વ્હીલર પાર્ક કરી શકાશે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર