District

India Pakistan match : ભારત -પાકિસ્તાનની હાઇવોલ્ટેજ મેચને પગલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોંખડી બંદોબસ્ત ગોઠવાયો

India Pakistan match : ભારત -પાકિસ્તાનની હાઇવોલ્ટેજ મેચને પગલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોંખડી બંદોબસ્ત ગોઠવાયો

- રાજ્યમાં  પોલીસને એલર્ટ રહેવા ડીજીપીએ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો

- ભારત મેચ જીતે તો સરઘસની પરવાનગીનો નિર્ણય સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક અધિકારીઓ લેશે તેવી તાકીદ

અમદાવાદ, શનિવાર

  ક્રિકેટના મહાકુંભ  એવા વિશ્વ કપની ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઇ વોલ્ટેજ મેચને લઇને  ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની પોલીસને એલર્ટ રહેવા સૂચના આપી છે.આ ઉપરાંત, માત્ર  નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ જ નહી પરંતુ, તેની આસપાસમાં વિસ્તારમાં પણ  સ્થાનિક પોલીસ ઉપરાંત, કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના જવાનોને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે..  ઉપરાંત, પોલીસ દ્વારા સ્ટેડિયમની આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારમા ડ્રોનથી માઇક્રો સર્વલન્સ કરાશે.

Embed Instagram Post Code Generator

  ભારત પાકિસ્તાનની મેચના અનુસંધાનમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને અને ડીજીપી વિકાસ સહાયે તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓએ સ્ટેડિયમની મુલાકાત લઇને સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરીને વિસ્તૃત વિગતો મેળવી હતી. રાજ્ય પોલીસ વડા  વિકાસ સહાયે  ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં  જણાવ્યું હતુ કે ભારત પાકિસ્તાનની  મેચ  ગુજરાત પોલીસ માટે  સુરક્ષા વ્યવસ્થા અનુંસધાનમાં અતિ મહત્વની છે. માટે જ  અત્યાર સુધીનો સૌથી મોટો ક્રિકેટ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં સ્ટેડિયમની અંદર અને બહાર કુલ છ હજારનો  પોલીસ સ્ટાફ આઇજી અને ૧૯ જેટલા ડીસીપીના સુપરવિઝનમાં બંદોબસ્તમાં તૈનાત રહેશે તેમજ એનએસજી,  રેપીડ એક્શન ફોર્સ, એનડીઆરએફ,ની ટીમ ઉપરાંત, હોમગાર્ડ સહિતનો સ્ટાફ પણ બંદોબસ્તમાં હાજર રહેશે. આ સાથે  ડ્રોનથી સ્ટેડિયમ અને તેની આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારમાં સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.. મેચ બાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યની પોલીસને રાતના આઠ વાગ્યાથી  એલર્ટ મોડ રહેવા માટે સુચના આપવામાં આવી છે. ખાસ કરીને ભારત મેચ જીતે તો કેટલાંક સંગઠનોએ મોટા પ્રમાણમાં સરઘસ યોજવા જાહેરાત કરી છે . પંરતુ, આ બાબતની પરવાનગી આપવાની અને જરૃરી કાર્યવાહી કરવાની સત્તા સ્થાનિક પોલીસ અને અધિકારીઓને સોંપાઇ છે.. જેમાં સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા કહેવામાં આવ્યું છે. તેમજ એસઆરપીની વિવિધ ટુકડીઓને રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવવામાં આવી છે. મેચ દરમિયાન કોઇ કેમીકલ , બાયોલોજીકલ,  રેડીયોલોજીકલ અને ન્યુક્લીયર ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને એસડીઆરએફ તેમજ એનડીઆરએફની ટીમ પણ સ્ટેડિમય અને આસપાસમાં તૈનાત રહેશે. તો કેન્દ્ર સરકારન ગૃહ વિભાગે પણ આ મામલે રિપોર્ટ માંગ્યો છે. સાથે સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો