- એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે ફાઇનલમાં ઈરાનને હરાવીને ગોલ્ડ જીત્યો
- ભારતે ફાઈનલ મેચમાં ઈરાનને 33-29થી હરાવીને ઐતિહાસિક ગોલ્ડ જીત્યો
નવી દિલ્હી, શનિવાર
Asian Games 2023 Indian Kabaddi Team : એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે ફાઇનલમાં ઈરાનને હરાવીને ગોલ્ડ જીત્યો છે. આ રીતે વધુ એક સોનું ભારતના ખાતામાં આવ્યું. ભારતે ફાઈનલ મેચમાં ઈરાનને 33-29થી હરાવીને ઐતિહાસિક ગોલ્ડ જીત્યો હતો. ફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈરાનને હરાવીને ગોલ્ડ ભારતના ખાતામાં નાખ્યો હતો.મેચમાં થોડો વિવાદ થયો, જેના કારણે થોડો વિલંબ થયો અને અંતે નિર્ણય ભારતના પક્ષમાં આવ્યો. ખેલાડી અને કોચના કારણે મેચ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. આ રીતે એક રોમાંચક મેચમાં ભારતે ઈરાનને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતનું સતત શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ભારતીય ક્રિકેટ ટીમે પણ ગોલ્ડ જીત્યો હતો
રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની પુરુષ ભારતીય ક્રિકેટ ટીમે પણ ગોલ્ડ જીત્યો છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ફાઈનલ ક્રિકેટ મેચ રમાઈ હતી, જે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. વરસાદના કારણે મેચની એક પણ ઇનિંગ પુરી થઇ શકી ન હતી. જો કે, મેચ રદ્દ થયા બાદ, રેન્કિંગમાં ઊંચો હોવાને કારણે ભારતીય ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે આ પહેલા હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં મહિલા ભારતીય ક્રિકેટ ટીમે પણ ગોલ્ડ જીત્યો હતો. મહિલા ટીમે ફાઇનલમાં શ્રીલંકાને 19 રને હરાવીને ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. હવે મેન્સ ક્રિકેટ ટીમે પણ અજાયબી કરી બતાવી છે.
ભારતે 104 મેડલ પૂરા કર્યા
ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સમાં ભારતીય ટીમે 104 મેડલ જીત્યા છે જેમાં 28 ગોલ્ડ, 35 સિલ્વર અને 41 બ્રોન્ઝ સામેલ છે. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને યથાવત છે. એશિયન ગેમ્સમાં આ પહેલીવાર છે જ્યારે ભારતે 100 મેડલનો આંકડો પાર કર્યો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો