- ફાઈનલમાં જાપાનને 5-1થી હરાવ્યું : ઓલિમ્પિક ક્વોટા પણ મેળવ્યો
- એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ હોકી ટીમનો આ ચોથો ગોલ્ડ મેડલ
નવી દિલ્હી, શુક્રવાર
હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સના 13માં દિવસે ભારતે હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય પુરુષ હોકી ટીમે ગોલ્ડ મેડલ મેચમાં જાપાનને 5-1થી હરાવ્યું હતું.
ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઇનલમાં ભારતે જાપાનને હરાવ્યું હતું. આ સાથે ભારતીય ટીમ પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે. મેન્સ હોકીમાં ભારતે રેકોર્ડ 16મી વખત મેડલ જીત્યો છે. આ 16 મેડલમાંથી 4 ગોલ્ડ મેડલ છે. દક્ષિણ કોરિયાએ યજમાન ચીનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એક સમયે મહાન હોકી ટીમ ગણાતી પાકિસ્તાનને એક પણ મેડલ મળ્યો નથી. ચીનમાં આયોજિત 19મી એશિયન ગેમ્સમાં ભારતે પ્રથમ મેચથી જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાનો ટુર્નામેન્ટમાં કેટલો દબદબો હતો તેનો અંદાજ સ્કોરકાર્ડ પરથી લગાવી શકાય છે. એશિયન ગેમ્સની પ્રથમ મેચમાં ભારતે ઉઝબેકિસ્તાનને 16-0ના મોટા અંતરથી હરાવ્યું હતું. આ પછી સિંગાપોરને 16-1 અને બાંગ્લાદેશને 12-0થી હરાવ્યું હતું. ભારતે ગ્રુપ રાઉન્ડમાં જ જાપાનને 4-2 અને પાકિસ્તાનને 10-10-2થી હરાવ્યું હતું. ત્યારબાદ ફાઇનલમાં જાપાનને 5-1થી હરાવ્યું. એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ હોકી ટીમનો આ ચોથો ગોલ્ડ મેડલ છે. ભારતે અગાઉ 2014માં યોજાયેલી એશિયન ગેમ્સમાં સુવર્ણ સફળતા મેળવી હતી.
મનપ્રીતે પહેલો ગોલ કર્યો હતો
ભારતીય ટીમે જાપાન સામે પ્રથમ ગોલ બીજા ક્વાર્ટરમાં કર્યો હતો. મનપ્રીત સિંહે શાનદાર શોટ કરીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. જાપાને આ અંગે સમીક્ષા કરી હતી, પરંતુ તેનો કોઈ લાભ મળ્યો નહોતો. મનપ્રીત સિંહ બાદ હરમનપ્રીત સિંહે ગોલ કર્યો હતો. આ સાથે ભારતની લીડ 2-0 થઈ ગઈ.
અમિત રોહદાસ અને અભિષેકે ગોલ કર્યા હતા
ત્રીજા ક્વાર્ટરમાં ભારતે ફરી ગોલ કર્યો. આ વખતે અમિત રોહિદાસે ફિલ્ડ ગોલ કરીને ભારતને 3-0ની લીડ અપાવી હતી. થોડા સમય બાદ અભિષેકે ભારતીય ટીમ માટે ચોથો ગોલ કર્યો હતો. આ સાથે ભારતીય ટીમ 4-0થી આગળ થઈ ગઈ હતી. ચાર ગોલથી પાછળ રહ્યા બાદ જાપાને એક ગોલ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. જોકે, 4-1થી મળેલી જીત ભારતીય ટીમને કદાચ સ્વીકાર્ય નહોતી. ટીમ ઈન્ડિયાએ મેચની છેલ્લી મિનિટોમાં ગોલ કરીને 5-1થી જીત મેળવી હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો