Weu Special

આ તે શિક્ષણ સંસ્થા કે દેશ વિરોધી પ્રવૃત્તિનો અડ્ડો ?

આ તે શિક્ષણ સંસ્થા કે દેશ વિરોધી પ્રવૃત્તિનો અડ્ડો ?

- JNUની દીવાલો પર ફરી લખાયા વિવાદાસ્પદ સૂત્રો

- 'ભગવા જલેગા', કાશ્મીર ફ્રી જેવા સૂત્રો લખાયા

- JNU પર સુરક્ષા એજન્સીઓની તીક્ષ્ણ નજર

દિલ્હી, સોમવાર

  ભારતની એક જાણી શિક્ષણ સંસ્થા છે, દાવો છે કે, અહીંથી મોટા-મોટા નેતાઓ પેદા થયા છે, પરંતુ આ શિક્ષણ સંસ્થા છે કે, વિવાદોનો અખાડો તેવી સ્થિતિ છે. તમે બરાબર સમજ્યા છો. અમે જેએનયુની જ વાત કરી રહ્યા છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓનો અખાડો બની ચૂકેલી આ યુનિવર્સિટી વિખ્યાત નહીં ખરેખર તો કુખ્યાત બની ચૂકી છે. ‘ભારત તેરે ટુકડે હોંગે, ઇન્શા અલ્લાહ, ઇન્શા અલ્લાહ’.... એવા સૂત્રોચ્ચારો આ યુનિ.માં થયા હોવાનો વિવાદ થયો હતો. આવી તો અનેક કરતૂત અહીં થતી રહે છે. હવે ફરી એકવાર આ યુનિવર્સિટી વિવાદમાં આવી છે. જોકે હવે દેશ વિરોધી પ્રવૃત્તિનો અડ્ડો બની ચૂકેલી આ સંસ્થા અંગે ભારતીય સુરક્ષા સંસ્થાઓ ઝીવણટભરી તપાસ ચલાવી રહી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ફરી એકવાર વિવાદાસ્પદ સૂત્રોચ્ચારનો મામલો સામે આવ્યો છે. જેએનયુની દીવાલો પર વિવાદાસ્પદ સૂત્રો લખેલા જોવા મળ્યા છે. ભારતીય જનતા પાર્ટી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાશ્મીરને લઈને વિવાદાસ્પદ સૂત્રો લખવામાં આવ્યા છે. જો કે આ સૂત્રો કોણે લખ્યા છે અને તેની પાછળ કોનો હાથ છે તે અંગે હજુ સુધી માહિતી મળી શકી નથી પરંતુ તેની તપાસ કરવામાં આવી રહી છે. રવિવારે સવારે, JNUની સ્કૂલ ઑફ લેંગ્વેજની દીવાલો પર વિવાદાસ્પદ સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. દીવાલો પર 'ભગવા જલેગા', 'મોદી તેરી કબ્ર ખુદેગી' જેવા વિવાદાસ્પદ સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. વાદળી શાહીથી લખેલા નામ પર લાલ શાહી લગાવવામાં આવી છે.

  જેએનયુના સ્કૂલ ઑફ લેંગ્વેજ કેમ્પસમાં  દીવાલ પર 'ફ્રી કાશ્મીર' અને 'આઈઓકે (ભારત અધિકૃત કાશ્મીર)' જેવા નારા લખવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ આ સ્લોગન બ્લુ પેઇન્ટથી ફ્લોર પર લખવામાં આવ્યા છે. જોકે, દીવાલો પર ભગવા, કાશ્મીર અને મોદીના નારા કોણે લખ્યા છે તેની માહિતી મળી નથી. વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. હાલમાં આ દીવાલોની સફાઈ અને તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. જણાવી દઈ કે, આ પહેલીવાર નથી જ્યારે JNUમાં દીવાલો પર વિવાદાસ્પદ સૂત્રો લખવામાં આવ્યા હોય. ગયા વર્ષે બ્રાહ્મણ અને વણિકો વિરૂદ્ધ સૂત્રો લખવામાં આવ્યા હતા. ગત વર્ષે પણ આવી જ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. લગભગ એક વર્ષ સુધી જેએનયુની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝની દીવાલો પર 'બ્રાહ્મણ, બનિયા ભારત છોડો, બ્રાહ્મણ બનિયા, હમ આયેંગે બદલા લેંગે' જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા. આ ઉપરાંત JNUના જ કેટલાક પ્રોફેસરોની નેમ પ્લેટ પર કાળી શાહી લગાવવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગત વર્ષે બનેલી આ ઘટના બાદ જેએનયુ પ્રશાસને એક તપાસ સમિતિની રચના કરી હતી પરંતુ તેની પાછળ કોનો હાથ છે તેની માહિતી સામે આવી નથી.સવાલ એ છે કે આ શિક્ષણ સંસ્થાન છે કે, દેશ વિરોધી, સમાજ વિરોધી પ્રવૃત્તિઓનો અડ્ડો? શું જેએનયુમાં આવી પ્રવૃત્તિ કરાવવા માટે વ્યવસ્થિત એજન્ડા છે? બહારના કોઈ તત્વોનો હાથ છે? હવે આ દિશામાં સુરક્ષા એજન્સીઓ ચોંકન્ની બની ગઈ છે. વિદ્યાર્થીઓના બ્રેઈન વૉશ કરવામાં પ્રાધ્યાપકોની સંડોવણીની દિશામાં તપાસ થઈ રહી છે. બહારથી કોઈ ફંડ આવી રહ્યું છે  કે, તેની તપાસ થઈ રહી છે. સૂત્રોનું માનીએ તો નજીકના ભવિષ્યમાં કોઈ મોટો ધડાકો થાય તો નવાઈ નહીં.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

આ તે શિક્ષણ સંસ્થા કે દેશ વિરોધી પ્રવૃત્તિનો અડ્ડો ?