International

ઇઝરાયલના શપથ - 'યુદ્ધ હમાસે શરૂ કર્યું, અમે ખતમ કરીશું', કાઉન્ટર ઓપરેશન કર્યું શરૂ

ઇઝરાયલના શપથ - 'યુદ્ધ હમાસે શરૂ કર્યું, અમે ખતમ કરીશું', કાઉન્ટર ઓપરેશન કર્યું શરૂ

- ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું- હમાસે ઇઝરાયલ સામે યુદ્ધ શરૂ કર્યું, જીત અમારી જ થશે
- હમાસ વિરુદ્ધ ઇઝરાયલના PMએ યુદ્ધની ઘોષણા કરી:કહ્યું- દુશ્મનોએ આની કિંમત ચૂકવવી પડશે

ઇઝરાયલ, શનિવાર 

 ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલ પર સેંકડો રોકેટ છોડવામાં આવ્યા બાદ ઈઝરાયેલી સેનાએ યુદ્ધની સ્થિતિ જાહેર કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ રોકેટ હુમલાઓને કારણે ઈઝરાયેલમાં ઘણી જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ બની છે અને ચેતવણીના સાયરન વગાડવામાં આવી રહ્યા છે. હમાસની સશસ્ત્ર પાંખે જણાવ્યું હતું કે 'ઓપરેશન અલ-અક્સા ફ્લડ' શરૂ થતાં 5,000 થી વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા. ઇઝરાયેલી આર્મીના એક સૈનિકનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું છે. આ પછી ઈઝરાયેલે જવાબી કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. ઈઝરાયેલે લોકોને ઘરોમાં રહેવા અને બોમ્બ શેલ્ટર્સમાં આશ્રય લેવા જણાવ્યું છે.  ઈઝરાયેલના રક્ષા મંત્રીએ શનિવારે કહ્યું કે આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કરી દીધું છે. તેમણે દાવો કર્યો હતો કે આ યુદ્ધમાં 'ઈઝરાયેલ જીતશે'.તેલ અવીવમાં ઈઝરાયેલના સૈન્ય મુખ્યાલયમાં કેબિનેટની બેઠક બાદ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે ચેતવણી આપી હતી કે હમાસે આજે સવારે દક્ષિણ અને મધ્ય ઈઝરાયેલ પર રોકેટ હુમલા કરીને 'મોટી ભૂલ' કરી છે. તેણે કહ્યું, 'ઈઝરાયેલ આ યુદ્ધ જીતશે.' ગાઝા પર શાસન કરતા આતંકવાદી જૂથ હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના વર્ષોના સૌથી ગંભીર તણાવમાંના એકમાં, હમાસના બંદૂકધારીઓએ સરહદ પાર કરીને ઇઝરાયેલમાં અનેક સ્થળોએ પ્રવેશ કર્યો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 

'આઈડીએફ યુદ્ધ માટે તૈયાર'
  આ પહેલા ઈઝરાયેલની સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, 'ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) યુદ્ધ માટે તૈયારીની ઘોષણા કરે છે. હમાસ… જે આ હુમલા પાછળ છે, તે ઘટનાના પરિણામો માટે જવાબદાર રહેશે. બચાવ અને રાહત સેવાઓના પ્રભારી મેગેન ડેવિડ એડોમે જણાવ્યું હતું કે આજે સવારે દક્ષિણ અને મધ્ય ઇઝરાયેલ પર રોકેટ હુમલામાં 60 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને અન્ય 16 લોકો ઘાયલ થયા હતા. બચાવ સેવામાં રોકાયેલા અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ લોકોમાંથી બેને ગંભીર ઈજાઓ થઈ છે.

હમાસના હુમલા બાદ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ ઈમરજન્સી બેઠક બોલાવી છે
  આતંકવાદી સંગઠન હમાસના હુમલા બાદ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. ઈઝરાયેલે યુદ્ધ સાયરન વગાડ્યું છે અને હમાસને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે ગાઝામાંથી આતંકીઓ ઘૂસણખોરી કરી આવ્યા હતા. અમે વિસ્તારના લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરીએ છીએ. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ 'યુદ્ધની તૈયારી'ની જાહેરાત કરી છે. ઈઝરાયેલે કહ્યું કે હમાસ આરબોને અમારી સરહદો પર હુમલામાં સામેલ થવા માટે ઉશ્કેરે છે.

નેતન્યાહુએ કહ્યું- 'અમે યુદ્ધમાં છીએ'
  ઈઝરાયેલ પર પેલેસ્ટાઈન સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધની જાહેરાત કરી છે. કેબિનેટ સાથેની ઈમરજન્સી મીટિંગ બાદ તેમણે કહ્યું- ઈઝરાયલના નાગરિકો, આ યુદ્ધ છે અને આપણે ચોક્કસપણે જીતીશું. દુશ્મનોએ આની કિંમત ચૂકવવી પડશે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં કહ્યું કે 'અમે યુદ્ધમાં છીએ.'

ઇઝરાયેલના શહેરોમાં હમાસના આતંકવાદીઓ જોવા મળ્યા
 ઇસ્લામિક આતંકવાદી જૂથ હમાસના ડઝનબંધ બંદૂકધારીઓએ એક આશ્ચર્યજનક હુમલામાં દક્ષિણ ઇઝરાયેલમાં ઘૂસણખોરી કરી, હજારો રોકેટ હુમલાઓ કર્યા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હમાસના સશસ્ત્ર લડવૈયાઓ સરહદી શહેરોની ઘણી શેરીઓ પર ફરતા જોવા મળ્યા છે. ઈઝરાયેલની સેનાએ સામાન્ય લોકોને ઘરની અંદર રહેવા માટે કહ્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ઇઝરાયલના શપથ - 'યુદ્ધ હમાસે શરૂ કર્યું, અમે ખતમ કરીશું', કાઉન્ટર ઓપરેશન કર્યું શરૂ