Gujarat

દિલ્હીના હસ્ત કલા કારીગરો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ દેશ વિદેશથી આવનાર પર્યટકો મુલાકાતીઓ સહજતાથી મેળવી શકશે

- દિલ્હીના રાજ્યકક્ષાના ઉદ્યોગમંત્રી સત્યેન્દ્ર જૈનના હસ્તે એકતાનગર - કેવડિયા ખાતે ભારતી દિલ્હી  એમ્પોરિયમ શોપનું" ઉદ્ઘાટન કરાયું

દીપક જગતાપ, રાજપીપલા, શનિવાર

   દિલ્હી રાજ્યના રાજ્યકક્ષાના ઉદ્યોગમંત્રી સત્યેન્દ્ર જૈનના હસ્તે  નર્મદા જિલ્લાના એકતાનગર એકતામોલ ખાતે ભારતી દિલ્હી  એમ્પોરિયમ શોપને રીબીન કાપી દિપ પ્રાગટ્ય દ્વારા ઉદધાટન કરાયું હતું.  દિલ્હી રાજ્યના રાજ્યકક્ષાના ઉદ્યોગમંત્રી સત્યેન્દ્ર જૈને માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના એકતાનગર એકતામોલમાં ભારતી  દિલ્હી એમ્પોરિયમનું ઉદઘાટન આજે કરવામાં આવ્યું છે. અહીં વિવિધ રાજ્યના એમ્પોરિયમ બનાવવા આવ્યાં છે, જેમાં દિલ્હીના હસ્તકલા કારીગરો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓને પ્રદર્શનના રૂપમાં તેનું વેચાણ થઈ શકે તેમજ તેનો લાભ દેશ વિદેશથી આવનાર પર્યટકો મુલાકાતીઓ સહજતાથી મેળવી શકશે તેવો દ્રઢ આત્મવિશ્વાસ મંત્રી જૈને વ્યક્ત કર્યો હતો.

   એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં આવેલ   એકતામોલ એ પ્રવાસીઓ માટેનું  મુખ્ય આકર્ષણનુ કેન્દ્ર બન્યું છે.  એકતામોલમાં સમગ્ર ભારતની હસ્તકલાનું પ્રદર્શન એક છત નીચે કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભારતી દિલ્હી એમ્પોરિયમને વધુ વેગવંતુ બનાવવા શો રૂમનું ઈનોગ્રેશન કરાયું હતું.  દિલ્હી રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી સત્યેન્દ્ર જૈન અને તેમની સાથે ઉપસ્થિત સૌએ એકતામોલની  મુલાકાત લઈ ઉત્પાદન અને વેચાણ અંગેની જાત માહિતી મેળવી હતી.  આ વેળાએ NCT ઓફ દિલ્હીના ઇન્ડસ્ટ્રીઝના કમિશનર ભુપેશભાઈ ચૌધરી, એમ્પોરિયમના ચીફ મેનેજરશ્રી એચ.કે.સિઘ, DSIIDC ના ચીફ એન્જીનીયરીંગ આર. એસ. અહલાવત વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

દિલ્હીના હસ્ત કલા કારીગરો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ દેશ વિદેશથી આવનાર પર્યટકો મુલાકાતીઓ સહજતાથી મેળવી શકશે