- પોસ્ટમાં જેકલીન હોલિવૂડ એક્ટર જીન ક્લાઉડ વેન ડેમ સાથે જોવા મળી રહી
- અભિનેત્રીની પોસ્ટ પર વરુણ ધવને પણ પ્રતિક્રિયા આપી
મુંબઈ, રવિવાર
દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ પછી, શું જેકલીન ફર્નાન્ડિસ પણ હોલીવુડના માર્ગે નીકળી છે? અભિનેત્રીએ પોતે પણ આવો જ સંકેત આપ્યો છે. જેકલીન ફર્નાન્ડિસ છેલ્લા કેટલાક સમયથી કોઈ મોટા પ્રોજેક્ટમાં જોવા મળી નથી. જોકે તેણે પોતાની એક પોસ્ટથી ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી છે. આ પોસ્ટમાં તે હોલિવૂડ એક્ટર જીન ક્લાઉડ વેન ડેમ સાથે જોવા મળી રહી છે. જે બાદ બોલિવૂડ એક્ટર વરુણ ધવને પણ તેને શુભેચ્છા પાઠવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર