- ઈરાનના મહિલા પત્રકારે મહિલાઓની સ્વતંત્રતા અને અધિકારો માટે અવાજ ઉઠાવ્યો
- 13 વખત ધરપકડ કરવામાં આવી છતાં હિંમત ન હાર્યા
ઇરાન, શુક્રવાર
મહિલાઓના અધિકારો માટેની લડતને કારણે 13 થી વધુ વખત ધરપકડ થવા છતાં પણ સહનશીલ મહિલાએ હાર માની ન હતી. સહનશીલતાની પરાકાષ્ઠા કહી શકાય તે સ્થિતિમાં પણ મહિલા સતત ઈરાનની મહિલાઓની સ્વતંત્રતા માટે લડતી રહી. ત્યારે હવે તેમની આ લડતને સન્માનિત કરવામાં આવશે. હાલમાં જેલમાં બંધ એવા ઈરાની મહિલા પત્રકારને શાંતિ માટે નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. 51 વર્ષના મહિલા પત્રકાર ને 31 વર્ષની જેલની સજા અને 154 ચાબુક ફટકારવામાં આવ્યા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર