National

જમ્મુ-કાશ્મીર : શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં લાગી આગ, 4ના મોત,  22 ઘાયલ

જમ્મુ-કાશ્મીર : શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં લાગી આગ, 4ના મોત,  22 ઘાયલ

- બસમાં એન્જિનમાંથી આગ લાગી હતી જેણે ટૂંક સમયમાં જ આખી બસને લપેટમાં લીધી હતી

- આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત થયા છે, જ્યારે 22 મુસાફરો ઘાયલ થયા

જમ્મુ, શુક્રવાર

   જમ્મુ અને કાશ્મીરમાં એક બસ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત થયા. કદમલ કટરામાં શનિ મંદિર પાસે ચાલતી બસમાં આ આગ લાગી હતી. આગને કારણે ઓછામાં ઓછા 4 મુસાફરો જીવતા દાઝી ગયા હતા, 22 મુસાફરો ઘાયલ હોવાનું કહેવાય છે. બસ કટરાથી જમ્મુ આવી રહી હતી. 

    પોલીસના જણાવ્યા અનુસાર, બસના એન્જિનમાં આગ લાગી હતી જે જલ્દી ફેલાઈ ગઈ હતી અને તમામ મુસાફરોને બચાવાનો સમય મળ્યો નહોતો. તમામ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ADGP જમ્મુએ ટ્વીટ કરીને દુર્ઘટનાની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે કટરાથી જમ્મુના માર્ગ પર, સ્થાનિક બસ કટરાથી લગભગ 1 કિમી દૂર પહોંચી હતી ત્યારે તેમાં આગ લાગી હતી. આગ લાગવાના સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહી છે. એફએસએલની ટીમ સ્થળ પર તૈનાત છે. 22 ઘાયલોને સારવાર માટે કટરા લઈ જવામાં આવ્યા છે. ઘણા ઘાયલોને વિશેષ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે. કટરાથી લગભગ 1.5 કિમી દૂર ખરમાલ નજીક કટરાથી જમ્મુ જતી લોકલ બસમાં આગ લાગવાથી ચાર લોકોના મોત થયા હતા અને 22 અન્ય લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક વિગતો મુજબ, બસમાં એન્જિન વિસ્તારમાંથી આગ લાગી હતી જેણે ટૂંક સમયમાં જ આખી બસને લપેટમાં લીધી હતી.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

જમ્મુ-કાશ્મીર : શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં લાગી આગ, 4ના મોત,  22 ઘાયલ