District

નવસારીના ચીખલીમાં ચાર પગનો આતંક, આદમખોર દીપડાએ 24 વર્ષીય યુવતીનો લીધો જીવ

નવસારીના ચીખલીમાં ચાર પગનો આતંક, આદમખોર દીપડાએ 24 વર્ષીય યુવતીનો લીધો જીવ

- આદમખોર દીપડો 24 વર્ષની યુવતીને જંગલ વિસ્તારમાં ખેંચી ગયો
- ગ્રામજનોએ યુવતીની શોધખોળ હાથ ધરતા યુવતીનો મૃતદેહ મળી આવ્યો 

નવસારી, રવિવાર 

  નવસારીના ચીખલીના સાડકરપોરમાં દીપડાએ યુવતી પર હુમલો કર્યો છે. દીપડાએ અહીં 24 વર્ષની યુવતી પર હુમલો કરતા તેનું કમકમાટીભર્યુ મોત થયું છે. અચાનક યુવતીના નિધનથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આ કરૂણ ઘટનાએ પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો. સમગ્ર ઘટના બાદ વન વિભાગને જાણ થતા દીપડાને પકડવાની કવાયત  હાથ ધરી છે.

Embed Instagram Post Code Generator

  મળતી માહિતી અનુસાર, ચીખલીના સાડકરપોર ગામના પહાડ ફળિયામાં રહેતી છાયા ભરતભાઈ નાયકા (ઉં.વ 24) નામની યુવતી ઘરની પાછળ કુદરતી હાજતે ગઈ હતી. જ્યાંથી પરત આવતી વખતે છાયા પર આદમખોર દીપડાએ હુમલો કર્યો હતો. આદમખોર દીપડો 24 વર્ષની યુવતીને જંગલ વિસ્તારમાં ખેંચી ગયો હતો. યુવતી ઘરે ન આવતાં ગ્રામજનોએ યુવતીની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતા વન સંરક્ષક, RFO, ટીડીઓ સહિતના અધિકારીઓ, સરપંચ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિતનાઓ ધસી આવ્યા હતા. જે બાદ મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચીખલી રેફરલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટનાને પગલે વનવિભાગે દીપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી. હાલ આ વિસ્તારમાં દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. તો આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો