- સી.આર. પાટીલે જાહેરમંચ ઉપરથી જ આ લોકોને ચિમકી આપી
- સુરેન્દ્રનગર શહેરમાં રૂપિયા 9 કરોડના ખર્ચે આધુનિક અને સુવિધા પૂર્ણ ભાજપ કાર્યાલય ખુલ્લુ મૂકાયું
સુરેન્દ્રનગર, બુધવાર
સુરેન્દ્રનગરમાં કમલમ ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ રોડ ઉપર કરોડોના ખર્ચે જિલ્લા ભાજપનું કમલમ ભવનનું નિર્માણ કરવા આવ્યું હતુ. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખુલ્લું મુકાયું હતું. સુરેન્દ્રનગરમાં નમો કમલમમાં એક કરોડ આપનારાં પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા સહિત અન્ય ભાજપના નેતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો કે ઘણાં નેતાઓએ પૈસા આપ્યા નથી તેથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જાહેરમંચ ઉપરથી જ આ લોકોને ચિમકી આપી દીધી હતી કે, જીલ્લા પ્રમુખ મને લિસ્ટ આપે. હું કમલમ બોલાવું તે પહેલાં જેના બાકી રૂપિયા જમા કરાવી દેજો.