- અંબાજી પોલીસે જતીન શાહની ધરપકડ કરી
- આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસાઓ બહાર આવે તેવી શક્યતાઓ
અમદાવાદ, ગુરુવાર
ગુજરાતમાં અંબાજીએ હિન્દુઓની આસ્થાનું સૌથી મોટું પ્રતિક છે. અંબાજીએ શક્તિની આરાધનાનું સ્થાનક છે. વર્ષોથી અહીં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે. ત્યારે વર્ષોથી અહીં મોહનથાળના પ્રસાદનું વિતરણ કરાય છે. જોકે, મોહનથાળમાં વપરાતા ઘી માં ભેળસેળનો મામલો સામે આવતા ભારે વિવાદ ઉભો થયો છે. અંબાજીમાં પ્રસાદી અંગે થયેલાં ભારે વિવાદ બાદ ગુજરાત સરકારે આ અંગે એક મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત અંબાજી મંદિરના પ્રસાદ બનાવવાની કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને છ માસ માટે સોંપવામાં આવી છે. ત્યારે આજે અંબાજીમાં પ્રસાદ વિવાદ મામલામાં અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ કરવામાં આવી છે. અંબાજી પોલીસે જતીન શાહની ધરપકડ કરી છે. નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે 300 ડબ્બા ઘી મોહિની કેટરર્સને આપ્યા હતા. અંબાજી પોલીસે ઘી મામલે સમગ્ર તપાસ બાદ આરોપીની ધરપકડ કરી છે. હવે અંબાજી પોલીસની આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસાઓ બહાર આવે તેવી શક્યતાઓ છે.