District

દાહોદ બારીયાના જૂના બારીયા ખાતે જિલ્લા કક્ષાની વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

- કાર્યક્રમમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ વૃક્ષોનું મહત્વ સહિત જુદા જુદા 61 પ્રકારના સાપો બાબતે લોકોને માહિતગાર કરાયા 

ગરબાડા, શનિવાર 

  દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના જુના બારિયાની નૂતન હાઈસ્કૂલ ખાતે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી પંચાયત અને કૃષિ બચુભાઈ ખાબડની અધ્યક્ષ સ્થાને વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. સમગ્ર કાર્યક્રમ વન વિભાગના આર એમ પરમાર આ નાયબ સંરક્ષક બારીયા અમિતકુમાર નાયક નાયબવન સંરક્ષક દાહોદ તથા મિનલ સાવંત એસીએફ બારીયા માર્ગદર્શન  હેઠળ યોજાયો. કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ  અરવિંદાબેન એસ પટેલિયા, તથા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, સરપંચો દાહોદ જિલ્લાની જુદી જુદી વન મંડળીઓના સભ્યો, શાળાના બાળકો, તેમજ દાહોદ જિલ્લાના જુદા જુદા ગામોમાંથી પધારેલ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

  જેમાં આર એમ પરમાર નાયબ વન સંરક્ષક બારીયા દ્વારા લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે અપીલ કરવામાં આવી હતી અને વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ વન્યજીવોનું મહત્વ પણ તેઓ દ્વારા આ પ્રસંગે સમજાવવામાં આવ્યું હતું. તેમજ તેમજ લોકોને જુદા જુદા 61 પ્રકારના સાપ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા તે પૈકી ફક્ત ચાર જ જાતિના સાપ જે ઝેરી હોય છે તેના વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને વન્યજીવોની સંખ્યા એ જંગલો વધવાને લીધે સતત વધી રહી છે તેવું પણ તેવો દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેઓ દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવેલ કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ જેવી સમસ્યાઓ નિવારવા માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી તેઓની જવાબદારી સંભાળી અને જતન કરવું પડશે જેથી આપણે પર્યાવરણીય સમસ્યાઓ સામે લડી શકીએ. આ શુભ પ્રસંગે જેઓના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં હતાં કરવાનું હતું તેવા રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા વન વિભાગ ની જુદી જુદી યોજનાઓ થકી જે વૃક્ષ વાવેતર કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી અને જે ક્લાયમેટ ચેનની સમસ્યા છે તેના વિશે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. 

  વધુમાં વન્ય પ્રાણી પ્રાણી દ્વારા ફાઈલ નુકસાન બાબતે તેઓ દ્વારા જણાવવામાં આવેલ કે ગુજરાતની અતિ સંવેદનશીલ રાજ્ય સરકારે માનવ મૃત્યુમાં જે ચાર લાખ રૂપિયા જેટલું વળતર આપવામાં આવતું હતું તેને સ્થાને રાજ્ય સરકારે પાંચ લાખ રૂપિયા જેટલું વળતર આપવાનું નક્કી કરેલ છે તથા તથા વન્ય પ્રાણીઓ દ્વારા જે માલ ઢોરનું મરણ કરવામાં આવે છે તેના વળતરમાં પણ રાજ્ય સરકારે સંવેદનશીલતા રાખી અને  તેમાં પણ વધારો કરેલ છે તે બાબતે ગામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા વધુમાં વન વિભાગની કામગીરીને કારણે જુદા જુદા દીપડા રીંછ, ઝરખો, શિવ નીલ ગાયો જંગલી ભૂંડ વગેરે ની સંખ્યા પણ આપણા જંગલમાં સારી એવી જોવા મળે છે તેવુ  તેઓ દ્વારા જણાવવામાં આવ્યું. વધુમાં વન વિભાગ દ્વારા આ વન્ય પ્રાણી સપ્તાહની જિલ્લા કક્ષાની ઉજવણી ના કાર્યક્રમમાં એક આયુર્વેદિક મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજિત 300 લોકો દ્વારા મેં સ્વાસ્થ્ય નું ચેકઅપ કરાવી દવા લેવામાં આવી. આ કાર્યક્રમ પ્રસંગે પશુપાલન ખાતા દ્વારા જુદી જુદી યોજનાઓ હેઠળ 400 જેટલા લાભાર્થીઓને લાભાનવિત કરવામાં આવ્યા જેની કુલ રકમ 12 લાખ રૂપિયા જેટલી જણાઈ આવે છે આમ આ સમગ્ર કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દાહોદ બારીયાના જૂના બારીયા ખાતે જિલ્લા કક્ષાની વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો