- જે પૈકી બે લોકો નળવાઇ ના હતા જ્યારે એક વ્યક્તિ મધ્યપ્રદેશના મોટી પોળ ગામનો હતો
વિપુલ જોષી ગરબાડા મંગળવાર
ગરબાડા તાલુકાના નળવાઇ ગામનો એક સંઘ પગપાળા પાવાગઢ જવા માટે માતાજીનો રથ લઈને નીકળ્યો હતો પરંતુ રસ્તામાં રાત્રિના સમયે અકસ્માત નડતા બે ના ઘટના સ્થળે જ જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થતાં અરેરાટી પ્રસરી ગઈ છે. અકસ્માતના બનાવને પગલે માતાજીના રથને પણ નુકસાન થયું છે.